તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | કેન્દ્રસરકારે રૂ. 500 1000ની નોટો પર પ્રતિબંધ મુકતા લોકોને

રાજકોટ | કેન્દ્રસરકારે રૂ. 500-1000ની નોટો પર પ્રતિબંધ મુકતા લોકોને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | કેન્દ્રસરકારે રૂ. 500-1000ની નોટો પર પ્રતિબંધ મુકતા લોકોને ઘણી હાલાકીનો સમાનો કરવામાં આવી રહ્યો છે. પરિસ્થિત સામે લોકોને સહાયરૂપ થવાની ભાવના સાથે મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસરો, વિદ્યાર્થીઓ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેશલેસ નાણાકીય વ્યવહાર અંગે લોકોને માહિતી આપતું કેમ્પેન હાથ ધર્યું હતું. વોલેટની અગત્યતા, હાથમાં રોકડ હોવા છતાં વ્યવહાર કેવી રીતે કરવો તેના વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી. એ.ટી.એમની લાઇનમાં ઊભેલા શહેરના એરપોર્ટ રોડ, 80, ફૂટ રોડ, યાજ્ઞિક રોડ, નાના મવા સર્કલ વગેરે વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ માહિતી આપી હતી. 26 નવેમ્બરે કાલાવડ રોડ ખાતે જાહેર જનતા માટે અવેરનેસ કેમ્પનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓની ઉપરોક્ત માહિતીનો ઉપયોગ કરી લોકોએ પોતાના નાણાકીય વ્યવહાર કર્યા હતાં.

કેશલેશ નાણાકીય વ્યવહાર વિશે લોકોને વિદ્યાર્થીઓએ માહિતી આપી

અન્ય સમાચારો પણ છે...