તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રૂ.2 હજારના દરની રૂ. 6 લાખની ચલણી નોટ સાથે બે શખ્સ ઝડપાયા

રૂ.2 હજારના દરની રૂ. 6 લાખની ચલણી નોટ સાથે બે શખ્સ ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે લાખનો ઉપાડ બેંક કેવી રીતે આપી શકે, આઇટીએ તપાસ શરૂ કરી

રૂ.500અને 1000ની નોટો રદ થયા બાદ સંગ્રહી રાખેલી જૂની નોટો વટાવવા માટે પૈસાદારો કમિશન આપતા થયા છે, તો મોકાના લાભ ઉઠાવવાનું માનનારા લોકો કમિશન કમાવી લેવા કાયદો હાથમાં લેતાં પણ ખચકાતા નથી. રાજકોટ શહેર પોલીસે ગુરુવારે રાત્રે બે શખ્સને રૂ.2 હજારના દરની 6 લાખની નોટો સાથે દબોચી લેતાં જૂની નોટો વટાવવામાં ચાલતા કમિશનનો પર્દાફાશ થયો હતો. પોલીસે અન્ય બેની શોધખોળ શરૂ કરી હતી.

કોઠારિયા ગામ નજીક દિવ્યતેજ સ્કૂલ પાસેથી ગુરુવારે રાત્રે બે શખ્સ એક્સેસમાં શંકાસ્પદ હાલતમાં પસાર થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એચ.આર.કુવાડિયા સહિતના સ્ટાફે બંનેને અટકાવી તલાશી લીધી હતી. તલાશી દરમિયાન એક્સેસમાં પાછળ બેઠેલા સાધુવાસવાણી રોડ પરના પામસિટીમાં રહેતાં હિરેન મહેશ ચાંઉ (ઉ.વ.19)ના ખિસ્સામાંથી રૂ.2 હજારના દરની ચલણી નોટોના 3 બંડલ એટલે કે રૂ.6 લાખ મળી આવ્યા હતા. રૂ.6 લાખની રકમ અંગે બંને શખ્સ યોગ્ય ખુલાસો નહીં કરી શકતાં પોલીસે એક્સેસ ચાલક જયરાજ પ્લોટમાં રહેતા પ્રતિક કીર્તિ કાત્રોડિયા અને હિરેન ચાંઉની ધરપકડ કરી રૂ.6 લાખ કબજે કર્યા હતા.

પોલીસે ધરપકડ કરી બંનેની આગવીઢબે પૂછપરછ કરતાં જૂની નોટો બદલવામાં ચાલતા કમિનશ પ્રથાનો પર્દાફાશ થયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રતિક કાત્રોડિયાના લક્ષ્મીવાડીમાં રહેતા મિત્ર સંજય ઉર્ફે મોન્ટુ ઝાલાએ રૂ.6 લાખની રૂ.2 હજારની નોટોના ત્રણ બંડલ આપ્યા હતા અને ત્રણેય બંડલ કોઠારિયા પાસે રાજુ પટેલ નામના શખ્સને આપવાના હતા, જેના બદલામાં રાજુ પટેલ રૂ.9 લાખની રદ થયેલી નોટો આપવાનો હતો. નોટો બદલવાની કામગીરી બદલ સંજય ઝાલા બંને શખ્સ હિરેન અને પ્રતિકને 2 ટકા કમિશન આપવાનો હતો. પોલીસે અંગે ઇન્કટેમક્સ વિભાગને જાણ કરતા ઇન્કમટેક્સના અધિકારીઓ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. કબજે થયેલા ત્રણ બંડલ પૈકી બે બંડલ સિરિયલ નંબરવાળા હતા, બેંકમાંથી બંને બંડલ નીકળ્યાની પણ શંકા સેવાઇ રહી છે. પોલીસે સૂત્રધાર મનાતા સંજય ઝાલા અને રાજુ પટેલની શોધખોળ શરૂ કરી હતી.

બે શખ્સોને ઝડપી પોલીસે મુદ્ામાલ કબજે કર્યો

ગુરુવારે રાત્રે બે શખ્સને રૂ.2 હજારના દરની 6 લાખની નોટ સાથે પોલીસે ઝડપી લેતા જૂની નોટો વટાવવામાં ચાલતા કમિશન ધંધાનો પર્દાફાશ થયો હતો.

લાખ રૂપિયાનો કબજો આઇટીએ સંભાળ્યો, બે બંડલ સીરિયલ નંબરના નીકળતા અનેક તર્ક-વિતર્ક

લક્ષ્મીવાડીના શખ્સે સોદો કર્યો’તો, કેરિયર તરીકે જઇ રહેલા બંને શખ્સ પકડાઇ જતાં પોલીસે બંનેની આકરી પૂછપરછ હાથ ધરી

કોઠારિયાના શખ્સને રૂ.9 લાખની જૂની નોટોના બદલામાં રૂ.6 લાખ આપવાના હતા

અન્ય સમાચારો પણ છે...