તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કુરિયર બિઝનેસ પણ મંદીમાં 20થી 50 ટકા વેપાર ઘટી ગયો

કુરિયર બિઝનેસ પણ મંદીમાં 20થી 50 ટકા વેપાર ઘટી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

નોટબંધીનેકારણે કુરીયર બિઝનેસમાં પણ 20 થી 30 ટકા ઘટાડો નોંધાયો છે. વેપાર ક્ષેત્રે મંદીના વાદળો છવાતા ડોમેસ્ટિક કુરિયરમાં અંદાજે 20 ટકા આસપાસનો અને ઇન્ટરનેશનલ કુરિયરમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક વેપારીઓએ બહારગામ મોકલાતા સેમ્પલ અને પાર્સલ મોકલવાની સંખ્યામાં મોટો ઘટાડો કરી દેતા ડોમેસ્ટિક કુરિયર બિઝનેસને ફટકો પડ્યો છે, જ્યારે ઇન્ટરનેશનલ કુરિયર બિઝનેસની તો કેડ ભાંગી જાય તેવી પરિસ્થિતિ હાલમાં પ્રવર્તી રહી છે. નાના એક્સપોર્ટરો તો બજારથી સાવ અલિપ્ત થઇ ગયા હોય તેવું લાગે છે અને મોટા એક્સપોર્ટરોનો પણ બિઝનેસ નોંધપાત્ર કહી શકાય તેટલો ઘટ્યો છે.

ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને સર્વિસ પ્રભાવિત

અન્ય સમાચારો પણ છે...