એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મંગળવારે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની જીટીયુ ટેકફેસ્ટ-2018નો દબદબાભેર પ્રારંભ થયો હતો જેમાં ઐતિહાસિક એવી 60 સ્પર્ધાઓમાં વિવિધ કોલેજોના એન્જિનિયરિંગ કોલેજોના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યાંમાં ભાગ લીધો હતો.

ટેકફેસ્ટના આ પ્રસંગે હાજર રહેલા રાજકોટ નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટર ઘનશ્યામભાઇ ઢોલરિયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્ર કામ કરવાની ભારતમાં વિશાળ તકો ઉપલબ્ધ છે અને તે માટે યંગ અને ડાયનેમિક એન્જિનિયરો આગળ આવવું પડશે. કોઇપણ ક્ષેત્રમાં મોટિવેશન ખૂબ જ મહત્ત્વની વાત છે. કરોડપતિઓના બાળકને પણ જ્યારે સ્કૂલમાંથી કંપાસ મળે છે ત્યારે તેના માટે તે મૂલ્યવાન બની જાય છે. આ પ્રસંગે દેશભરમાં પ્રખ્યાત મેઘધનુષ બેન્ડ દ્વારા લાઇવ પરફોર્મન્સ પણ આપવામાં આવ્યું હતુ. ઇપીપી ઇન્ડસ્ટ્રીઝના જયરાજભાઇ શાહે આ તકે જણાવ્યું હતું કે માત્ર 5000ની મૂડીથી શરૂ થયેલી અમારી કંપની આજે સમગ્ર એશિયાની પ્રથમ કંપની છે જેમણે ગ્લાસ ફાયબર દ્વારા જીઆરઇ પાઇપ બનાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...