• Gujarati News
  • National
  • રાજકોટ | રાજમાર્ગો પર નડતર 9 રેંકડી કેબિનો રામાપીર ચોકડી, ગોંડલ

રાજકોટ | રાજમાર્ગો પર નડતર 9 રેંકડી-કેબિનો રામાપીર ચોકડી, ગોંડલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજમાર્ગો પર નડતર 9 રેંકડી-કેબિનો રામાપીર ચોકડી, ગોંડલ રોડ, જ્યુબિલી, કોઠારિયા ચોકડી, ચંદ્રેશનગર વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી. શહેરમાં નડતરરૂપ એવા 114 બોર્ડ અને બેનરો જામનગર રોડ, રેસકોર્સ, એરપોર્ટ રોડ, હોસ્પિટલ ચોક, ધરમ સિનેમા રોડ વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવ્યા હતા. પારેવડી ચોકથી 70 કિ.ગ્રા. ઘાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવ્યા હતા. શહેરના અલગ અલગ 5 હોકર્સ ઝોન મવડી, ભગતસિંહ ગાર્ડન, ગોવિંદ બાગ, પારુલ ગાર્ડન અને ધરાર માર્કેટ હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. જુદી જુદી 13 અન્ય પરચુરણ ચીજવસ્તુઓ જ્યુબિલી, રેસકોર્સ હોસ્પિટલ ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી. 445 કિ.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જ્યુબિલી, મવડી રોડ, પુષ્કરધામ રોડ, જયભીમનગર, ધરાર માર્કેટ પરથી જપ્ત કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ દરમિયાન જુદા-જુદા વિસ્તારમાંથી 42 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.