તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • RTOમાં ડ્રાઇવિંગ ટ્રેક સવારના 8થી રાતના 8 સુધી ચાલુ રહેશે

RTOમાં ડ્રાઇવિંગ ટ્રેક સવારના 8થી રાતના 8 સુધી ચાલુ રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર|રાજકોટ

આરટીઓમાંપાકા લાઇસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ફરજિયાત છે. સેન્સર બેઇઝ ડ્રાઇવિંગ ટ્રેક પર ટેસ્ટ માટે અરજદારોને હાલમાં 20-22 દિવસ પછીની એપોઇન્ટમેન્ટ મળે છે, વેઇટિંગ પિરિયડ ઘટાડવા તેમજ નોકરિયાત, વિદ્યાર્થી અરજદારોને કાર્યવાહી માટે કામના કલાકોમાં વેઠવી પડતી મુશ્કેલી દૂર કરવાના હેતુથી રાજકોટ આરટીઓમાં ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી 12 કલાક ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇન્ચાર્જ આરટીઓ જે.એન.વાઘેલાએ જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહેલાં એક મહિનાનું વેઇટિંગ ચાલુ હતું, વેઇટિંગ પિરિયડ ઘટાડવા ટ્રેક પર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી સવારના 9:00 કલાકથી શરૂ કરી દેવામાં આવતા વેઇટિંગ પિરિયડમાં 10 દિવસનો ઘટાડો થયો છે. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવતા નોકરિયાત અરજદારો કે જિલ્લાના અરજદારો વહેલા આવે તો પણ એક-બે કલાક પછી વારો અાવતો હોવાથી સમયસર નોકરી પઇ જવામાં મુશ્કેલી પડતી હોય છે. સમસ્યા નિવારવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટના સમયમાં વધારો કરી સવારના 8:00 કલાકથી રાતના 8:00 કલાક સુધી કામગીરી ચાલુ રાખવા નિર્ણય લઇ અમલ પણ શરૂ કરી દેવાયો છે. આમ, ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 12 કલાક કામગીરી ચાલુ રાખવાથી વેઇટિંગ પિરિયડ ઘટી જશ અને નોકરિયાત, વિદ્યાર્થી અરજદારો સવારે વહેલા આવીને અથવા સાંજે ફરજ, સ્કૂલ-કોલેજથી છૂટ્યા પછી ટેસ્ટ દેવા આવી શકશે.

આરટીઓ દ્વારા પાકા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ડ્રાઇવ ફરજિયાત કરવામાં આવી છે. આવા સંજોગોમાં અરજદારોનો 20-22 દિવસ પછીની એપોઇન્ટમેન્ટ મળી રહી છે. જેને ધ્યાને લઇને અરજદારોની હાલાકીને દૂર કરવા માટે આરટીઓના સત્તાધિશોએ ડ્રાઇવિંગ ટ્રેકની કામગીરી 12 કલાકની કરી છે.

પાકા લાઇસન્સ માટે વેઇટિંગ પિરિયડ 20-22 દિવસ છે તે ઘટાડવા ડ્રાઇવિંગ ટ્રેક 12 કલાક કાર્યરત રખાશે: ઇન્ચાર્જ આરટીઓ વાઘેલા

અરજદારોની સુવિધા અને વેઇટિંગ પિરિયડ ઘટાડવા લેવાયો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...