તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કલેક્ટર કચેરીના કરોડો રૂપિયાના ગોટાળા છાપરે ચડીને પોકાર્યા

કલેક્ટર કચેરીના કરોડો રૂપિયાના ગોટાળા છાપરે ચડીને પોકાર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટજિલ્લા કલેક્ટર કચેરીમાં શુક્રવારે સવારથી આવેલી એ.જી.કચેરીના ચાર અધિકારીઓની ટીમે કલેક્ટર કચેરી સહિત ચાર સરકારી કચેરીના પ્રીમિયમ અને મહેસૂલ વસૂલી સહિતના કેસોની ચકાસણી કર્યા બાદ 381 પારા કાઢી સરકારની તિજોરીને રૂ.64.84 કરોડનું નુકસાન થયાનું ઠરાવતા ખળભળાટ મચી ગયો છે. મુદ્દે કલેક્ટર કચેરીના જવાબદાર અધિકારીઓને જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.

અમદાવાદથી આવેલા એકાઉન્ટન્ટ જનરલની કચેરીના અધિકારીઓએ વર્ષ 2006 થી 2015 દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવા ઉપરાંત બિનખેતી આકારણી, શરતભંગના દંડ, મહેસૂલ પ્રીમિયમ વસૂલાત સહિતન ચકાસણી કરી હતી. જેમાં અમુક સરકારી કર્મચારીઓએ પોતાના અંગત હિત માટે આસામીઓની તરફેણમાં નિર્ણય કરી તેમને લાભ કરાવી દઇ સરકારી તિજોરીને રૂ.64.84 કરોડનું નુકસાન કરાવ્યાનું ખુલ્યું હતું. એ.જી. ઓડિટે 2006 થી 2015 સુધીમાં 381 પારા શોધી કાઢ્યા છે.

તેમજ 2008માં તાત્કાલિક એ.જી. ઓડિટના અધિકારી નંદીની ઠાકુરે ઓછી રિકવરી અંગે નાણાં વિભાગ ગુજરાત સરકારને જાણ કરી હોવા છતાં માત્ર 17 કેસોમાં રાજકોટ કલેક્ટર કચેરીએ માત્ર રૂ.6.61 લાખની રિકવરી કરતા હુકમો કર્યા હતા.

એ.જી.ઓડિટમાં રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિટી સરવેના ઓછા મૂલ્યાંકન વાળા સંખ્યાબંધ કેસો મળી આવ્યા હતા. જેમાં 2006-07માં 10, 2007-09માં 149, 2013-14માં 202 અને 2014-15માં 20 કેસોમાં ઓછું મૂલ્યાંકન થતા સરકારી તિજોરીને નુકસાન થયાનું બહાર આવ્યું છે.

પ્રીમિયમ અને મહેસૂલ વસૂલીમાં કૌભાંડની આશંકા

એ.જી.ઓડિટની ટીમે 2006 થી 2015ના કેસો ચકાસ્યા

એ.જી.ની ક્વેરી અંગે જવાબ રજૂ કરાશે

^એ.જી.ઓડિટે381 જેટલી પારા શોધી કાઢ્યા હોય તેનો જવાબ વહીવટી તંત્ર દ્વારા કરાશે અને તે જવાબ એ.જી.ઓડિટ દ્વારા અમાન્ય કરાશે તો જાહેર હિસાબી સમિતિ સમક્ષ જવાબ રજૂ કરાશે અને તે જવાબ ગ્રાહ્ય રાખે તો જે રકમ ભરવાની થાય તે સરકારી તિજોરીમાં જમા કરાવવાની રહેશે. > હર્ષદવોરા, અધિકજિલ્લા કલેક્ટર, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...