તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટમાં જનસેવા કેન્દ્ર શરૂ થશે

રાજકોટમાં જનસેવા કેન્દ્ર શરૂ થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામ રેવન્યૂની કામગીરી એક છત્ર હેઠળ આવરી લેવાશે

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજ્યસરકાર દ્વારા તમામ રેવન્યૂ કામગીરી એક છત્ર હેઠળ થાય અને લોકોને ઓછી હાલાકી પડે તે માટેનો નિર્ણય લેવાયો છે અને તેના અનુસંધાને રાજ્યના પ્રિન્સિપલ સેક્રટરી શ્રીનિવાસને શુક્રવારે તમામ મહાનગરપાલિકા વિસ્તારના અધિક કલેક્ટરો અને કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી મહાનગરપાલિકા વિસ્તારોમાં જનસેવા કેન્દ્રો શરૂ કરવાની કામગીરી કેટલે પહોંચી તેની સમીક્ષા કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે, રાજ્યના રેવન્યૂ વિભાગના પ્રિન્સિપલ સેક્રટરી શ્રીનિવાસન દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં રેવન્યૂ પ્રોજેક્ટ એક છત્ર હેઠળ થાય તે માટે જનસેવા કેન્દ્ર શરૂ કરવા નિર્ણય કરાયો છે અને તેના માટે કરાયેલા આયોજનોની સમીક્ષા કરવા શુક્રવારે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. રાજકોટમાં કાલાવડ રોડ પર આત્મીય કોલેજની સામે આવેલી કલેક્ટર તંત્રની જગ્યામાં રેવન્યૂની કામગીરી એક છત્ર હેઠળ થઇ શકે તે માટે સાત માળનું બિલ્ડિંગ બનાવવા નિર્ણય કરાયો છે. બિલ્ડિંગમાં પ્રાંત અધિકારીની કચેરી ઉપરાંત પશ્ચિમ મામલતદાર કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી તથા અન્ય મહત્ત્વની કચેરીઓનો સમાવેશ કરાશે. જેથી લોકોના કામ એક સ્થળે થઇ શકે.

આત્મીય કોલેજ સામે સાત માળનું બિલ્ડિંગ બનાવાશે

અન્ય સમાચારો પણ છે...