તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધંધાકીય હરીફાઇમાં ચાલક પર હુમલો, બસમાં તોડફોડ

ધંધાકીય હરીફાઇમાં ચાલક પર હુમલો, બસમાં તોડફોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢાંઢણી ગામ નજીક બનેલો બનાવ

રાજકોટતાલુકાના ઢાંઢણી ગામ પાસે ખાનગી બસના ચાલક પર બે શખ્સે ધંધાનો ખાર રાખી હુમલો કરી બસમાં તોડફોડ કરી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર સરધારમાં રહેતો અને સિટી રાઇડ બસ ચલાવતો મેહુલ ગલાભાઇ ગમારા (ઉ.વ.23) ભાવનગર હાઇવે પર ઢાંઢણી ગામ પાસે બસ લઇને જતો હતો ત્યારે બાબરાના ગળકોટડીના લાલા વિક્રમ તથા બહાદુર જીવા મેતાએ બસ રોકાવી મેહુલ ગમારા પર ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો. ચાલક પર હુમલો કર્યા બાદ હુમલાખોરોએ બસમાં પણ તોડફોડ કરી હતી.

બનાવ અંગે મેહુલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે બસમાં સરધારના મુસાફરો પણ ભર્યા હોઇ તે બાબત સારી નહીં લાગતાં ધંધાકીય હરીફાઇ રાખી બંને શખ્સે હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...