તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોઠારિયાના વિકાસને વેગવંતો બનાવતી ટીપી સ્કીમ નં.12નો પ્રિલિ. ડ્રાફ્ટ ફાઇનલ

કોઠારિયાના વિકાસને વેગવંતો બનાવતી ટીપી સ્કીમ નં.12નો પ્રિલિ. ડ્રાફ્ટ ફાઇનલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમહાપાલિકામાં ભળેલા કોઠારિયા વિસ્તારના વિકાસ માટે સોનાનો સૂરજ ઉગવા જઇ રહ્યો છે. વિસ્તારને આવરી લેતી ટીપી સ્કીમ નં.12નો પ્રિલિમિનરી ડ્રાફ્ટ ફાઇનલ થઇ ગયો છે અને ટૂંક સમયમાં મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવશે. ટીપી સ્કીમથી મનપાને અબજો રૂપિયાની જમીન મળશે. અલગ અલગ હેતુના 36 જેટલા અનામત પ્લોટનું પ્રોવિઝન ટીપી સ્કીમમાં મૂકવામાં આવ્યું છે.

કોઠારિયા વિસ્તારના વિકાસ માટે એક નવો માર્ગ ખૂલવા જઇ રહ્યો છે. કોઠારિયા ટીપી સ્કીમ નં.12નો મુસદ્દો ઘડાઇ ચૂક્યો છે. પ્રિલિમિનરી ડ્રાફ્ટ ફાઇનલ કરાયો છે અને ટૂંક સમયમાં સરકારમાં મોકલાયા બાદ અમલીકરણની દિશામાં આગળ ધપશે. આખરી ફાઇનલ મંજૂરી માટેની પ્રક્રિયા તો ઘણી લાંબી હોય છે, પરંતુ વિકાસના આયોજન માટેની એક કાચી રૂપરેખા ઘડાઇ મહત્ત્વની બાબત છે. ટીપી સ્કીમ નં.12માં એસ.ઇ.ડબલ્યુ.એસ.(હાઉસિંગ), વાણિજ્ય વેચાણ માટે, રહેણાક વેચાણ માટે, બગીચો બનાવવા માટે, પે એન્ડ પાર્કિંગ તેમજ સામાજિક માળખાના હેતુ સહિત અલગ અલગ 36 પ્રકારના અનામત પ્લોટની જોગવાઇ રાખવામાં આવી છે. ટીપી સ્કીમને આખરી મંજૂરી મળ્યે તમામ પ્લોટનો કબજો મહાપાલિકાને મળશે અને જમીન વેચાણથી મનપાને અબજો રૂપિયાની આવક થઇ શકશે. ટીપી સ્કીમનું કુલ ક્ષેત્રફળ 85.26 હેક્ટરનું છે. જેમાં કોઠારિયા સરવે નં.91થી 93, 105થી 107, 113થી 118 અને સરવે નં.352નો ભાવ સમાવિષ્ટ કરાયો છે.

મનપાને આવક થઇ શકે સહિતના 36 પ્રકારના અનામત પ્લોટ મળશે

હેત કુલ પ્લોટની સંખ્યા ક્ષેત્રફળ(ચો.મી.)

રહેણાકહેતુ વેચાણ માટે 4 21981

વાણિજ્ય હેતુ વેચાણ માટે 13 68044

હાઉસિંગ માટે 17 90025

પાર્કિંગ માટે 4 2791

બગીચા માટે 3 6214

ક્યા હેતુના કેટલા પ્લોટ

અન્ય સમાચારો પણ છે...