તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આરટીઓ પાસે લાઇન તૂટી, વોર્ડ નં.4 5માં અણધાર્યો કાપ

આરટીઓ પાસે લાઇન તૂટી, વોર્ડ નં.4-5માં અણધાર્યો કાપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટનીપાણી વિતરણ વ્યવસ્થામાં એક સંધાય ત્યાં તેર તૂટે જેવી હાલત વચ્ચે શુક્રવારે સામાકાંઠે સમયપત્રક ખોરવાઇ ગયું હતું. આરટીઓ પાસેથી પસાર થતી મેઇન પાઇપલાઇનમાં ભંગાણ થતા રોડ ઉપર નદીની જેમ પાણી વહેતા થઇ ગયા હતા. રિપેરિંગ માટે લાઇન બંધ કરવાની ફરજ પડતા વોર્ડ નં.4, 5 અને 6ના વિસ્તારોમાં છથી સાત કલાક મોડું વિતરણ થયું હતું.

આજીડેમથી ગ્રીનલેન્ડ ચોકડી ઝોન જતી 600 એમએમની મેઇન ડિસ્ટ્રિબ્યૂશન લાઇનમાં સવારે ભંગાણ થયું હતું. પાણી વિતરણનો સમય હોવાથી પાઇપલાઇન આખી ભરેલી હતી અને ભંગાણ થતાની સાથે ધોધની જેમ પાણી છૂટીને રોડ પર તળાવ ભરાઇ ગયા હતા. ઇસ્ટઝોનના સિટી ઇજનેર એમ.આર.કામલિયાના જણાવ્યા મુજબ પાઇપલાઇન વર્ષો જૂની છે. ભંગાણ મોટું હોવાથી રિપેરિંગમાં ખાસો સમય નીકળી ગયો હતો. રાત્રે 8 વાગ્યે કામ પૂર્ણ થયા બાદ ગ્રીનલેન્ડ ચોકડીનો ટાંકો ભરવાનું શરૂ કરી શકાયું હતું. પરિણામે વોર્ડ નં.4(પાર્ટ) અને 5(પાર્ટ)ના ગ્રીનલેન્ડ ચોકડી ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં વિતરણ કરી શકાયું હતું. ઉપરાંત વોર્ડ નં.7 તેમજ 4 અને 5માં આવતા મોરબી રોડ, કુવાડવા રોડ, પેડક રોડ, સંતકબીર રોડ, ભાવનગર રોડ સહિતના મોટાભાગના વિસ્તારમાં 6 થી 7 કલાક મોડું વિતરણ થઇ શક્યું હતું.

આરટીઓ નજીક શુક્રવારે લાઇન તૂટતાં પાણી રસ્તા પર વહેતુ થઇ ગયું હતું.

અનેક વિસ્તારોમાં પાણી વિતરણનું સમયપત્રક ખોરવાયું

અન્ય સમાચારો પણ છે...