તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટની હેડ પોસ્ટઓફિસમાં નવા ખાતાં ખોલવા ભારે ધસારો

રાજકોટની હેડ પોસ્ટઓફિસમાં નવા ખાતાં ખોલવા ભારે ધસારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિતેલાદિવસો દરમિયાન બેંકોની મારફત પોસ્ટ ઓફિસોમાં પણ લોકોનો ભારે ધસારો રહ્યો હતો પણ હવે નાણાનું એક્સચેન્જ બંધ થતાં કતારો પણ બંધ થઇ ગઇ છે. બીજી તરફ અત્યાર સુધી એકાઉન્ટ ધરાવતા લોકો પોસ્ટ ઓફિસમાં નવા એકાઉન્ટ ખોલાવવા માટે ઊમટી રહ્યા છે.

રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર પોસ્ટ માસ્ટર મલેકના જણાવ્યા મુજબ શુક્રવારે પણ એકલી હેડ પોસ્ટ ઓફિસમાં નવા 150 ખાતા ખૂલ્યાં હતા. પોસ્ટ ઓફિસમાં ડિપોઝિટ સ્વીકારવાનું તથા લોકોને નાણાં આપવાનું ચાલુ છે. નવા ખાતા ખોલાવવા માટે લોકોને પોસ્ટ ઓફિસના કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન અાપવા માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

બીજી તરફ જિલ્લાની પોસ્ટ ઓફિસોમાં વ્યવસ્થા જળવાઇ રહે તથા કોઇ ફરિયાદ ઊઠે તે માટે પોસ્ટ ઓફિસના સિનિયર અધિકારીઓ દ્વારા સતત સુપરવિઝન કરવામાં આવે છે. રાજકોટ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર સુપ્રીટેન્ડન્ટ એસ. એન. દવેએ શુક્રવારે વાંકાનેર પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી. પોસ્ટ ઓફિસને સ્થાનિક બેંક તરફથી નાણાં મળતા રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ તરફથી રૂ.50 લાખ આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પોસ્ટ ઓફિસમાં સામાન્ય લોકો ઉપરાંત પેન્શનર્સ ખાતા ધરાવે છે. હેડ પોસ્ટ ઓફિસમાં એક વિશેષ કાઉન્ટર ઊભું કરવામાં આવ્યું છે. શુક્રવારે કાઉન્ટર પર યુવરાજસિંહ રાણા તથા કુંદનબેન હરિયાણી નામના કર્મચારીઓએ ગ્રાહકોને નવાં ખાતાં માટેના ફોર્મથી માંડી પૈસા ભરવાં તથા જમા કરવાની સ્લીપો ભરી દેવા સુધીની સુંદર સેવા આપી હતી.

વાંકાનેરની પોસ્ટઓફિસને 50 લાખ અપાયા

નાણાનું એક્સચેન્જ બંધ થતાં કતારો બંધ

અન્ય સમાચારો પણ છે...