તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાજપ, શિવસેનાના કાર્યકરોએ દલિતો પર અત્યાચાર ગુજાર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ, શિવસેનાના કાર્યકરોએ દલિતો પર અત્યાચાર ગુજાર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાતાલુકાના મોટા સમઢિયાળા ગામના દલિત યુવાનો પર સરાજાહેર થયેલા અત્યાચારના ગંભીર પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સોમવારે ગોંડલ અને રાજકોટ દોડી આવ્યા હતા. જામકંડોરણાના બે યુવાનોની રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તબિયત અંગે પૃચ્છા કરી સર્કિટહાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે, મોટા સમઢિયાળાની ઘટનામાં ભાજપ અને શિવસેનાના કાર્યકરો સંડોવાયા હોવાની વાત મળી છે. દિશામાં પોલીસ તપાસ થાય તો અનેકવિધ વિગતો બહાર આવી શકે તેમ છે.

ભરતસિંહ સોલંકીએ પત્રકારોને વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, મોટા સમઢિયાળાની ઘટના બાદ ગોંડલમાં 5 અને જામકંડોરણામાં 2 દલિત યુવાનોએ ઝેરી દવા પી આત્મવિલોપનની કોશિશ કરી છે. તે ઘટના ભાજપ સરકારની નિષ્ફળતા બતાવે છે. દલિતો પર અત્યાચાર થઇ રહ્યા છે, અંગ્રેજોના શાસનને શરમાવે તેવી સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થયું છે.

ભાજપ સરકાર હિટલરશાહી ચલાવી રહી છે. ઊનાના મોટા સમઢિયાળામાં દલિતો પર અત્યાચારની ગંભીર ઘટના બની છતાં ભાજપ સરકાર સહાનુભૂતિ દાખવવાના બદલે આંખ આડા કાન કરી રહી છે. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં હારનું મોઢું જોવું પડ્યું છે આમ છતાં સત્તાના મદમાં રાચતી સરકારના મંત્રીઓએ અત્યાચારનો ભોગ બનેલા દલિત યુવાનોને રૂબરૂ મળીને સાંત્વના આપવાનું સૌજન્ય પણ દાખવ્યું નથી. મંગળવારે કોંગ્રેસના આગેવાનો રાજ્યપાલને મળીને અત્યાચાર સંદર્ભે રજૂઆત કરી ઘટનામાં જે કોઇ લોકો સંડોવાયા હોય તેઓની સામે કામ લેવા જણાવવામાં આવશે.

ભરતસિંહ સોલંકીએ સોમવારે રાજકોટમાં પત્રકારોને સંબોધ્યા હતા.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ગંભીર આક્ષેપો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો