તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તોફાનથી બચવા બસના રૂટ ફેરવાયા, અનેક બસ મોડી પહોંચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોફાનથી બચવા બસના રૂટ ફેરવાયા, અનેક બસ મોડી પહોંચી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેર-જિલ્લામાંરાત્રે તોફાની ટોળાંઓએ કરેલા ચક્કાજામના કારણે ઉપરથી આવતી અનેક બસ નિર્ધારિત સમય કરતા મોડી પહોંચી હતી. ગ્રામ્ય વિસ્તારની એસ.ટી. રૂટના ચાલકોને જોખમ જણાય તો નજીકના પોલીસ સ્ટેશન પહોંચી જવા એસ.ટી. અિધકારીએ આદેશ આપ્યા હતા. તેમજ મોડીરાતના રૂટ તેવી તમામ બસોને પોલીસમથકે પહોંચી જવા સુચના અપાઈ હતી.

ડીસીએમ વરમોરાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રીબડા પાસે ચક્કાજામ હોવાથી પોલીસ દ્વારા ગોંડલ રૂટથી આવતી તમામ શાપર-વેરાવળથી બસોને 30-30 કિલોમીટરના ડાઈવર્ઝન રૂટથી રાજકોટ બસ ડેપો તરફ રવાના કરવામાં આવી હતી. ડાઈવર્ઝનના કારણે જૂનાગઢ-સુરત રૂટની 11-10 વાગ્યે રાજકોટ પહોંચતી બસ 12-00 વાગ્યે અને સોમનાથ-ભુજ રૂટની 11 વાગ્યે પહોંચતી બસ 12 વાગ્યે પહોંચી હતી. જયારે અમરેલી-ભુજ રૂટની બસ 11-30 વાગ્યાના બદલે 12 વાગ્યે પહોંચી હતી. કાલાવડ તરફ તોફાની ટોળાંના આક્રોશને પારખી રૂટની બામણ, વજીરખાખરાણી, રણુજા અને મોરીદળ રૂટની બસના ચાલકોને નજીકના પોલીસ સ્ટેશને પહોંચી જવા સુચના અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો