તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટોળાંથી બચવાના પ્રયાસમાં કાર ચાલક ભેંસ સાથે ટકરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોળાંથી બચવાના પ્રયાસમાં કાર ચાલક ભેંસ સાથે ટકરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
150ફૂટ રિંગ રોડ પરથી મોડીરાત્રે પસાર થઈ રહેલા કાર ચાલકે તોફાની ટોળાંથી બચવા કારની ગતિ વધારી દીધી હતી. અચાનક વચમાં આવી ચડેલી ભેંસને કારણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ભેંસ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં આગળનો ભાગનો બુકડો બોલી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની કે ચાલકને ઈજા થઈ હતી. અકસ્માતમાં ભેંસને ગંભીર ઈજા થતાં જાગૃત નાગરિકે એનિમલ હેલ્પલાઈને જાણ કરી હતી. એનિમલ હેલ્પલાઈનની એમ્બ્યુલન્સ સાથે આવી પહોંચેલા વેટરનીટી ડોક્ટરે તાકિદે ભેંસની સારવાર શરૂ કરી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળાં એકઠાં થઈ જતાં પથ્થરમારાની અફવાએ જોર પકડ્યું હતું. પરિસ્થિતિ વણસે નહીં પીસીઆર વાન, માલવિયાનગર અને ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને પોલીસે એકત્ર થયેલા ટોળાંને વિખેરી નાખ્યા હતા. એનિમલ હેલ્પલાઈન લાઈનના સ્ટાફે ભેંસની સારવાર બાદ ભેંસના માલિકને શોધી ભેંસ તેના હવાલે કરી હતી અકસ્માતના પગલે થોડી મિનિટો માટે સ્થિતિ તંગ બની ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો