તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નાનામવા સર્કલ અને રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બીઆરટીએસ બસસ્ટેન્ડના કાચ તોડાયા, હોસ્પિટલ ચોકમા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નાનામવા સર્કલ અને રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બીઆરટીએસ બસસ્ટેન્ડના કાચ તોડાયા, હોસ્પિટલ ચોકમાં ખાનગી બસ પર પથ્થરમારો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજીમાં બે અને લતીપરમાં એક એસટી બસ સળગાવાઈ

દલિત વસાહતોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ગોંડલ હાઈવે ચક્કાજામ, બીઆરટીએસમાં તોડફોડ

ઊનાનાતાલુકાના મોટાસમઢિયાામાં દલિત યુવાનો પર થયેલા અત્યાચારની ઘટના બાદ સોમવારે ગોંડલમાં પાંચ અને જામકંડોરણામાં બે દલિત યુવાનોએ ઝેર પી અાત્મવિલોપનનો પ્રયાસ કર્યાની ઘટના બાદ રાજકોટ, ધોરાજી અને શાપર-વેરાવળમાં દલિત સમાજના યુવાનો અને આગેવાનો રોડ પર ઉતરી આવ્યા હતા. રાજકોટના સિવિલ હોસ્પિટલ ચોકમાં એક બસ પર પથ્થરમારો કરાયો હતો. જયારે નાનામવા સર્કલ અને રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બીઆરટીએસ બસ સ્ટેન્ડના કાચ તોડી નખાયા હતા. જયારે રાજકોટ શાપર-વેરાવળ વચ્ચે દલિતોએ ચક્કાજામ કરી દેતાં ફોરટ્રેક પર બન્ને બાજુ ત્રણ-ત્રણ કિલોમીટર સુધી વાહનોના થપ્પાં લાગી ગયા હતા. રાત્રિના 10-30 કલાકે રાજકોટ રૂરલ પોલીસ મોટા કાફલા સાથે શાપર-વેરાવળ જવા રવાના થઈ ગઈ હતી.

સોમવારે ગોંડલ અને જામકંડોરણામાં દલિત યુવાનોએ ઝેર પી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યાની ઘટના બાદ દલિત સમાજનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. રાજકોટમાં સોમવારે રાત્રિના 10 કલાક આસપાસ સિવિલ હોસ્પિટલ ચોકમાં એક ખાનગીબસને નિશાન બનાવાઈ હતી. શાપર-વેરાવળથી મળતા અહેવાલ મુજબ દલિત યુવાનોએ ફોરટ્રેક પર ધરણા શરૂ કરી દેતાં બન્ને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો. જે રાત્રિના 11 વાગ્યા સુધી કિલયર થયો હતો.

રાજકોટ સહિતના શહેરોમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે અગમચેતીના પગલાં લેવાનું સોમવાર રાતથી શરૂ કરી દીધું હતું. પોલીસ અિધકારીઓ અને કર્મચારીઓને દલિત સમાજના લોકો સામે સંયમથી કામ લેવા પણ તાકીદ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન હાઈવે પરથી શહેરમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ શરૂ કરાયું હતું.

આંબેડકરભવન પાસે મૃત પશુ ફેંકાતાં મામલો તંગ બન્યો

દલિતોપર અત્યાચારના મુદ્દે દલિત સમાજના યુવકોએ રસ્તા પર આવી સૂત્રોચ્ચાર કરી ધમાલ મચાવી હતી. સોમવારે રાત્રે શહેરના કોઠારિયા રોડ પર આવેલા આંબેડકર ભવન પાસે કેટલાક લોકો મૃત પશુ ફેંકી ગયું હતું. આંબેડકર ભવન પાસે પશુ ફેંકાયાની વાતને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને મામલો તંગ બની ગયો હતો. જોકે સ્થિતિ વણસે તે પહેલા ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ બી.ટી.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પીઆઇ ગોહિલે જણાવ્યું હતું કે, મૃત ઘેટું કોઇ ઘા કરી ગયું હતું, જે પોલીસે ત્યાંથી દૂર કરી મામલો થાળે પાડ્યો હતો.

રૈયા ટેલિફોન એક્સચેન્જ

નાના મવા સર્કલ

તોફાની ટોળાંએ ધ્રોલના લતીપર પાસે સળગાવેલી એસટી બસ.

બસો સળગાવાઈ

જામનગર-મોરબી

રાજકોટ-પોરબંદર

રાજકોટ-ઉપલેટા

રોષે ભરાયેલા ટોળાંએ શહેરના 150 ફૂટ િરંગરોડ પર નાનામવા સર્કલ તેમજ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના બીઆરટીએસ બસ સ્ટોપના કાચ તોડ્યા હતા.

દલિતો પર થયેલા અત્યાચારના મુદે્ દલિત યુવાનોએ વખ ઘોળી આપઘાતની કોશિશ કરતા હોબાળો મચી ગયો હતો. વખ ઘોળનાર યુવકોને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાતા રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી પણ દલિત સમાજના લોકો રાજકોટ શહેર તરફ આવવા નીકળી પડ્યા હતા. સોમવાર સાંજથી શહેરમાં માહોલ તંગ થઈ ગયો હતો. રાત્રિના નવેક વાગ્યે હોસ્પિટલ ચોકમાં દલિત લોકોના ટોળાં એકઠાં થતાં પોલીસ કુમક દોડી ગઈ હતી. અને ટોળાંને વિખેર્યું હતું. જો કે ત્યારબાદ શહેરના અન્ય દલિત વિસ્તારોમાંથી લોકો રસ્તા પર આવી ગયા હતા. એમ.જી. હોસ્ટેલમાંથી પણ વિદ્યાર્થીઓ રસ્તા પર આવીને સૂત્રોચ્ચાર કરતા માહોલ તંગ બની ગયો હતો. નાના મવા સર્કલ પાસે પણ ટોળાંએ ધમાલ મચાવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગરમાવો આવતા પોલીસતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. શહેર પોલીસ કમિશનર અનુપસિંઘ ગેહલોતે જણાવ્યું હતું કે, હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે તેમજ એમ.જી. હોસ્ટેલ નજીક સશસ્ત્ર પોલીસની ટુકડી તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત ગણેશનગર, ખોડિયારપરા, ઘાંચીવાડ, જિલ્લા ગાર્ડન સહિતના દલિત વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અજંપો | રાજકોટ-ગોંડલ હાઈવે ઉપર શાપર પાસે દલિતોએ રસ્તા પર અડિંગો જમાવ્યો, વાહનો અટવાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો