તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુજરાતમાંહવે...... ઘટનાબાદ સાંજના સુમારે શહેરની નગરપાલિકા, ડે.કલેક્ટર કચેરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાંહવે...... ઘટનાબાદ સાંજના સુમારે શહેરની નગરપાલિકા, ડે.કલેક્ટર કચેરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતમાંહવે......

ઘટનાબાદ સાંજના સુમારે શહેરની નગરપાલિકા, ડે.કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં મૃત પુશઓના અવશેષો ફેંકવામાં આવ્યા હતા, તેમજ એક એસટી બસના કાચ ફોડાયા હતા.

જામકંડોરણામાં પણ બે યુવાનોઅે ઝેર પીધું

બનાવ બાદ અત્યાચારની ક્લિપ જોઇ વ્યથિત બનેલા જામકંડોરણા ગામના કિશન ઉર્ફે કિશા ભીમા સોલંકી તથા અમૃત પરમાર નામના બે યુવાનોએ દલિત સમાજના સ્મશાન પાસે ઝેરી દવા પી લેતાં બંનેને ગોંડલથી ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા છે.

મંત્રી-બ્યુરોક્રેટ્સ......

ત્યારબાદ વર્ષે 4 જાન્યુઆરીએ સમિતિએ પોતાની ભલામણો રજૂ કરી હતી. સુપ્રીમે ભલામણો લાગુ પાડવા માટે 3 માર્ચની તારીખ નક્કી કરી હતી. જોકે, બીસીસીઆઈએ મોટા ભાગની ભલામણોને બિનવ્યવહારુ ગણાવી હતી અને અદાલતમાં અપીલ કરી હતી.

પ્રધાનો અને બ્યુરોક્રેટ્સ હોદ્દો નહીં સંભાળી શકે

બીસીસીઆઈના હોદ્દાઓ ઉપરથી પ્રધાનો અને બ્યુરોક્રેટ્સે હટવું પડશે. રાજ્યના એસોસિયેશનમાં હોદ્દો ધરાવનાર બીસીસીઆઈમાં હોદ્દો નહીં મેળવી શકે. તેવામાં અનુરાગ ઠાકુર (હરિયાણા), અમિતાભ ચૌધરી (ઝારખંડ) વગેરે રાજ્યોનાં એસોસિયેશનના હોદ્દાઓ તેમણે છોડવા પડશે.

ઉંમર મર્યાદા 70 વર્ષ

હોદ્દેદારોની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. 70 વર્ષથી વધુ ઉંમરના લોકો હોદ્દેદારો નહીં બની શકે. શરદ પવાર (75), એન. શ્રીનિવાસન (71), નિરંજન શાહ, એમ. પી. પાન્ડોચ, આઈ. એસ. બિન્દ્રા વગેરે જેવા લોકોની કારકિર્દી સમાપ્ત.

સતત બે કાર્યકાળ નહીં

બીસીસીઆઈમાં કોઈ હોદ્દેદારને સતત બે કાર્યકાળ નહીં મળે. એટલે કે અનુરાગ ઠાકુરનો કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ સળંગ બીજી વખત અધ્યક્ષ નહીં બની શકે.

ફેરફારો પણ થશે

- બીસીસીઆઈની ગવર્નિંગ કાઉન્સિલમાં કેગના સભ્યને સામેલ કરવા પડશે

- પ્લેયર્સ એસોસિયેશન બનાવવામાં આવશે. એસોસિયેશનને ફંડ પણ આપવામાં આવશે. જોકે, ફંડની મર્યાદા નક્કી કરવાનો નિર્ણય બીસીસીઆઈ લેશે.

આરટીઆઈ અને સટ્ટા અંગે સંસદ નિર્ણય લેશે

સુપ્રીમકોર્ટે બીસીસીઆઈને આરટીઆઈ અંતર્ગત લાવવાનો નિર્ણય સંસદ ઉપર છોડી દીધો છે. ઉપરાંત ક્રિકેટમાં સટ્ટાને કાયદેસર બનાવવા અંગેનો નિર્ણય લેવાનું પણ સંસદ ઉપર છોડવામાં આવ્યું છે.

બોર્ડ નિર્ણય કરે

કોર્ટે પ્રસારણ અધિકારો અંગે હાલના કરારમાં કોઈ ફેરફાર અને ફ્રેન્ચાઇઝી સભ્યોને બોર્ડમાં સામેલ કરવા તેમજ તેના થકી થતાં હિતોમાં ટકરાવ અંગેનો કોઈ પણ નિર્ણય બોર્ડ ઉપર છોડ્યો છે.

કોમેન્ટ્સ

{ક્રિકેટ બોર્ડ ચુકાદાને સંપૂર્ણ માન આપે છે, અને નિયમો લાગુ પાડવામાં આવશે. - કે. કે. વેણુગોપાલ, બીસીસીઆઈ

{ખા ચુકાદાનો ગહન અભ્યાસ કરીને પછી અંગે પ્રતિભાવ આપીશ. - અનુરાગ ઠાકુર, બીસીસીઆઈ અધ્યક્ષ

{બોર્ડ ચુકાદાને આવકારે છે. આગામી બેઠકમાં નિયમો લાગુ પાડવા અંગે ચર્ચા કરવામાં આવશે. - રાજીવ શુક્લા, આઈપીએલ અધ્યક્ષ

{આ ભારતીય ક્રિકેટ અને ભારતીય રમતજગત માટે મોટો દિવસ છે. ભારતીય ક્રિકેટ પ્રશંસકો નિર્ણયથી ખુશ થશે. - જસ્ટિસ આર. એમ. લોધા

ગુજરાતને નુકસાન

એક રાજ્ય, એક વોટની ભલામણનો પણ સુપ્રીમે સ્વીકાર કર્યો છે. જીસીએના પૂર્વ પદાધિકારી હિતેશ પટેલના મતે નિર્ણયથી ગુજરાતમાંથી ફફ્ત એક વોટ રહી જશે. પહેલાં ગુજરાતમાં ત્રણ ક્રિકેટ એસોસિયેશન હોવાથી ત્રણ વોટિંગ હતા. રાજ્યમાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન અને બરોડા ક્રિકેટ એસોસિયેશનનો સમાવેશ થાય છે. ગુજરાતમાં હવે ત્યાં રોટેશન પ્રમાણે વોટિંગ અધિકાર મળશે. આમ બે વોટ ઓછા થવાથી ગુજરાતનો દબદબો ઓછો થશે. બીજી તરફ મહારાષ્ટ્રને પણ નુકસાન થઈ રહ્યું હોવાથી વેસ્ટ ઝોનનો દબદબો પણ ઘટશે.

નોર્થ ઇસ્ટ બનશે પાવરફુલ

લોઢા કમિટીની ભલામણથી નોર્થ ઇસ્ટ પાવરફુલ બની જશે. નોર્થ ઇસ્ટમાં આવતાં તમામ રાજ્યને વોટિંગનો અધિકાર મળશે. પહેલાં ઘણાં નોર્થ ઇસ્ટનાં રાજ્યોને વોટિંગનો અધિકાર હતો તેથી તેમનું વર્ચસ્વ ઓછું રહેતું હતું. બીસીસીઆઈના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને બંગાળ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ સૌરવ ગાંગુલી વધારે મજબૂત બનશે.

- બંને નોર્થ ઇસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે.

રાજ્યસભાસીટ.....

જેબોજ મારે વધુ ઊઠાવવો નથી. સાચા અને ખોટાની લડાઇમાં તમે સ્વાર્થી બનીને તટસ્થ રહી શકો. પંજાબનું હિત સર્વોપરી છે.

‘આપ’ ગેલમાં, યોગ્ય સમયે કરશે ઔપચારિક ઘોષણા

ચંદીગઢ.સિદ્ધુના રાજીનામાથી ‘આપ’ છાવણી ખુશ છે. ‘આપ’ના પંજાબના પ્રભારી સંજય સિંહે સિદ્ધુના નિર્ણયનું સ્વાગત કરતા તેને પંજાબને બચાવવા માટે લેવાયેલું પગલું ગણાવ્યું હતું. સિદ્ધુની ‘આપ’માં એન્ટ્રી અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે યોગ્ય સમયે ઔપચારિક ઘોષણા કરાશે પણ એટલું સમજી લો કે સિદ્ધુએ અધર્મ સામેની લડાઇમાં ધર્મનો પક્ષ લીધો છે.

- પંજાબની ચૂંટણી પૂર્વે ભાજપને મોટો ફટકો, ‘આપ’ સીએમ ઉમેદવાર બનાવે તેવી વકી

- સિદ્ધુનાં પત્નીએ પણ પંજાબ સરકારમાં મુખ્ય સંસદીય સચિવપદેથી રાજીનામું આપ્યાની ચર્ચા

નડિયાદમાંક્લોરિન.....

ત્યારબાદપાણીની ટાંકીમાં ક્લોરીન ગેસનો સપ્લાય માટેની ટાંકીની બાજુમાં બનાવેલી ઓરડીમાં 900 િકલોની ત્રણ ક્લોરીનેશન ટેન્કો રાખેલી હતી. ટેન્કો પૈકી એક ટેન્કમાંથી સોમવારે સવારે 10.30 કલાકે ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. ક્લોરીન ગેસના ગળતરના પગલે વિસ્તારના રહીશોને ગુંગળામણ થઇ હતી. ઉપરાંત આંખોમાં બળતરા થવા લાગી હતી. જે પૈકી 43 વ્યકિતઓને ગેસની અસર થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી તરફ તંત્રનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને નડિયાદ, આણંદ, કપડવંજ, અમદાવાદ વગેરે સ્થળોની 14 ટેન્કરો દ્વારા પાણીનોે મારો ચલાવીને ગેસની તીવ્રતાને મંદ કરી દેવાયો હતો અને અમદાવાદથી આવેલી રેસ્ક્યુ ટીમ દ્વારા અોરડીમાં પ્રવેશીને લીકેજ ટેન્કનો વાલ્વ બંધ કરી દીધો હતો. ઘટનાના તાકિદના પગલાં ભરતાં તંત્રએ વિસ્તારના 10 હજાર વ્યકિતઓને સલામત સ્થળે ખસી જવાની સુચના આપી હતી. જેથી વિસ્તારમાં કરફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો હતો. બપોરે ત્રણ વાગે ગેસની અસર બંધ થઈ જતાં લોકો ઘરે પરત આવીને રાબેતા મુજબનું રોજીંદી કામગીરીમાં જોતરાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો