તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સિંગતેલ, કપાસિયા તેલમાં તેજી, ચણામાં ઘટાડો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંગતેલ, કપાસિયા તેલમાં તેજી, ચણામાં ઘટાડો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સિંગતેલમાંસરકાર સાથે 2125 રૂપિયાનું ભાવબાંધણું કર્યું હોય ફરી એક વખત સિંગતેલના ભાવ ત્યાં પહોંચી ગયા છે. બીજી તરફ કપાસિયા તેલમાં પણ તેજી આગળ હતી અને ભાવ સિઝનની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયા હતા, જ્યારે ચણામાં સટ્ટાકીય તેજી આવ્યા બાદ ખરીદીના અભાવે ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. એરંડા બજારમાં તેજીની આગેકૂચ જળવાઇ રહી હતી. રૂ અને કપાસ બજારમાં મજબૂતી હતી. જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા છે આવા સમયે સિંગતેલ, કપાસિયા તેલમાં તેજી જોવા મળતા ગૃહિણીઓ પરેશાન છે. ચણા બજારમાં પહેલેથી ભાવ આસમાને પહોંચી ગયા છે, હવે સામાન્ય ઘટાડો થઇ રહ્યો છે. સિંગતેલમાં 15 લિટર નવા ટીનના ભાવ ફરી એક વખત રૂ.2125ની સપાટી પર પહોંચી ગયા છે. કપાસિયા વોશમાં તેજીના પગલે કપાસિયા તેલમાં પણ કરંટ જોવા મળી છે. કપાસિયા તેલ રિફાઇન ટીન 1180-1200 અને 15 લિટરના ભાવ 1105-1110 થયા હતા. ચણા બજારમાં તેજી બાદ ઘટાડો થઇ રહ્યો છે. ચણામાં ક્વિન્ટલે રૂ.100 ઘટતા 8300-8400 અને ચણાદાળના ભાવ 10300-10500 રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો