તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકીય સમીકરણો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાર્દિકપટેલ જેલમાંથી છૂટ્યો ત્યારે તેને સુરતમાં કામરેજ પાસે એક ફાર્મમાં વિઠ્ઠલ રાદડિયા સાથે મુલાકાત કરી હતી. એક સમયે બન્નેએ એક બીજા પર વાણી વિલાસ કરતા બન્ને વચ્ચે અંટસ પડી ગઇ હતી. જો કે, મુદ્દે વિઠ્ઠલભાઇએ જણાવ્યું હતું કે, હું સામેથી હાર્દિકને મળવા ગયો હતો. જૂની વાતો ભૂલી જઇ બન્ને ગળે મળ્યાં હતા. ઔપચારિક મુલાકાત હતી. જો સરકાર કહેશે તો હજુ મધ્યસ્થી બનવા તૈયાર છું.

જો કે, રાજકોટ જિલ્લાની સફરે આવેલા હાર્દિકને તેની અને વિઠ્ઠલભાઇ સાથેની મુલાકાત મુદ્દે મૌન સેવ્યું હતું. અંગે પૂછવામાં આવ્યું ત્યારે હાર્દિકે કહ્યું હતું કે, મુદ્દે મારે કશું કહેવાનું થતું નથી, જ્યારે હાર્દિક જેલમાં હતો ત્યારે ભાજપ સરકારે હાર્દિક સાથે મધ્યસ્થી કરવા પાટીદાર સમાજના કદાવર નેતા અને સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાને જવાબદારી સોંપી હતી. જો કે, રાદડિયા હાર્દિકને અનેક વખત જેલમાં પણ મળ્યા હતા, પરંતુ તે હાર્દિકને મનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. સમાધાનની ભૂમિકામાં વિઠ્ઠલભાઇ રહેશે કે નહીં તેની ખબર નથી. વિઠ્ઠલભાઇએ નિવેદન આપ્યું હતું કે, ‘હું પણ પટેલ પુત્ર છું, માટે અનામત મળે તો સમાજના હિતમાં છે, હાર્દિક સાથે પાંચ-દસ મિનિટ મુલાકાત કરી હતી. સમાજ વિશે ચર્ચા કરી હતી. સમાજને જ્યારે મારી જરૂર પડશે ત્યારે સાથે રહીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનામત આંદોલન સમયે રાદડિયાએ સેવી લીધેલા મૌનથી પટેલ સમાજના એક વર્ગમાં નારાજગી હતી. બીજી તરફ હાર્દિક નવા પટેલ નેતા તરીકે ઉભરી આવ્યો છે. તેની સાથેની રાદડિયાની મુલાકાતને રાજકીય પંડિતો વિવિધ રીતે મુલવી રહ્યા છે.

એકબીજા સામે કર્યા હતા પ્રહારો

રાદડિયાજેલમાં મળવા ગયા બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈએ સમાજ સાથે ગદ્દારી કરવાની જરૂર નથી. તો સામે જવાબ આપતા વિઠ્ઠલભાઇએ આક્રોશમાં આવીને હાર્દિકનું માનસિક સમતોલન ઠેકાણે નથી તેવું કહી તેને પાગલ કહીને સંબોધ્યો હતો.

હાર્દિક-વિઠ્ઠલભાઈભેટી પડ્યા હતા

હાર્દિકપટેલ જેલમાંથી છૂટતાં વિઠ્ઠલભાઇને એક ફાર્મહાઉસમાં મળવા ગયો હતો. પહેલા બંનેએ હાથ મિલાવ્યા હતા. બાદમાં બંને ભેટી પડ્યા હતા. બંનેએ હસતાં મોંઢે એક ખાટલા પર બેસીને ચર્ચા કરી હતી. બંનેએ એકબીજા માટે કહેલા કડવા નિવેદનો અને શબ્દો પાછા ખેંચી સમાધાન કર્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

સુરતમાં થઈ હતી બન્નેની મુલાકાત

સરકાર કહેશે તો ફરી મધ્યસ્થી માટે તૈયાર : રાદડિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો