તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગરબીમાં ઘસાતું બોલીને યુવક પર હુમલો

ગરબીમાં ઘસાતું બોલીને યુવક પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જસદણનાકોઠી ગામમાં રહેતા મનોજ ચનાભાઇ પરમાર ઉપર અમિત રાણાભાઇ પરમાર સહિતના શખ્સે પાઇપથી હુમલો કરીને ઇજા કરતા ઘવાયેલા યુવકને અહીંની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઇજાગ્રસ્ત સાથે હોસ્પિટલે આવેલા તેના સગા મુકેશભાઇએ પોલીસને જણાવ્યા મુજબ, ગામમાં તેમના સમાજ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે, મનોજ બુધવારે રાતે ગરબી પાસે ઊભો હતો ત્યારે અમિત સહિતના શખ્સો ગરબે રમી રહેલી બાળાઓ વિશે બોલવાના શબ્દો બોલતા હોવાથી મનોજે લોકોને બીજી વખત અહીં આવું બોલતા તેમ કહી ઠપકો આપતા ઉશ્કેરાયેલા અમિતે ઝઘડો કર્યા બાદ હુમલો કર્યો હતો. વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...