• Gujarati News
  • National
  • કવિ દાદુદાન ગઢવીના સમગ્ર કાવ્યસંગ્રહનું કાલે વિમોચન

કવિ દાદુદાન ગઢવીના સમગ્ર કાવ્યસંગ્રહનું કાલે વિમોચન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાદુદાનપ્રતાપદાન ગઢવી (કવિ ‘દાદ’)ની સાહિત્ય સાધનાની અર્ધી સદી થઇ છે. કવિ દાદએ ‘કાળજો કેરો કટકો’ ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ ‘હિરણ હલકાળી’ જેવી ગુજરાતની લોક સંસ્કૃતિને જન માનસ સુધી પહોંચાડતી લોકપ્રિય કવિતાઓની રચના કરી છે. કવિ દાદના સમગ્ર કાવ્ય સંગ્રહ ‘ટેરવાં’ અને ‘લછનાયન’ની વિમોચન વિધિ મોરારીબાપુના હસ્તે 14મી ઓક્ટોબરને શુક્રવારે સાંજે 4 કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર માર્ગ રાજકોટમાં થશે.

કવિ દાદની સાહિત્ય સાધના અર્ધી સદી પૂરી થવામાં છે. સમયગાળા દરમિયાન ‘ટેરવાં’ ભાગ-4, ‘ચિત્તહરનું ગીત’ ‘શ્રીકૃષ્ણ છંદાવલી’ ‘રામનામ બારાક્ષરી’ વગેરે પુસ્તકો ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્ય ક્ષેત્રને મળ્યા છે. કવિ દાદના કેટલાક પુસ્તકો ઘણા વર્ષોથી અલભ્ય હતા. રાજકોટની પ્રકાશન ક્ષેત્રેની સંસ્થા પ્રવીણ પ્રકાશન દ્વારા દાદના સમગ્ર સાહીત્યના બે પુસ્તકમાં પુન: મુદ્રણ કરવામાં આવ્યું છે. ગોપાલભાઇ પટેલના જણાવ્યા મુજબ 824 પાનાંના બે પુસ્તકોમાં કવિ દાદની તમામ રચનાઓનો સમાવેશ કરાયો છે.

કાવ્યસંગ્રહ મોરારિબાપુ વાંચકો સન્મુખ મૂકશે

અન્ય સમાચારો પણ છે...