તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

33 વેપારીઓ તંત્રની ઝપટે ચડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટજિલ્લા તોલમાપ તંત્ર દ્વારા મંગળવારે મોરબીમાં દરોડો પાડવામાં આવ્યા હતા અને વાવડી રોડ પર 45 દુકાનોમાં ચેકિંગ કરી તોલમાપધારા અને પેકેજ કોમોડિટી ધારા હેઠળ 33 કેસો કરી રૂ.11100નો દંડ વસૂલાયો હતો. રાજકોટ જિલ્લાના તોલમાપ ખાતાના નિરીક્ષક આર.એચ.પંડ્યાએ જણાવ્યું હતું કે, જિલ્લાના પાંચ ઇન્સ્પેક્ટરોની ટીમ મંગળવારે મોરબીના વાવડી રોડ પર ત્રાટકી હતી અને શાકભાજી, પ્રોવિઝન સ્ટોર, દૂધની ડેરીઓ, મીઠાઇના વેપારીઓ, ફરસાણના વેપારીઓ અને હાર્ડવેરની 45 દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. જેમાં વજનકાંટા રિન્યૂ કરાવ્યા હોય, ખાણીપીણીના પેકેટો પર વજન અને ભાવ હોય તોલમાપધારા અને પેકેજ કોમોડિટી ધારા અન્વયે 33 વેપારીઓ સામે કેસ કરવામાં આ‌વ્યા હતા અને તેમની પાસેથી સ્થળ પર રૂ.11100નો દંડ વસૂલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...