તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્ટોક એક્સચેન્જની આજે સાધારણ સભા

સ્ટોક એક્સચેન્જની આજે સાધારણ સભા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર-કચ્છસ્ટોક એક્સચેન્જની શુક્રવારે બપોરે 4 વાગ્યે વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી છે. સભામાં ત્રણ નવા ડાયરેક્ટરો માટે ઇ-વોટિંગ કરવામાં આવશે. ડાયરેક્ટરોની ચૂંટણીમાં બાલુભાઇ પરસાણા, હસમુખભાઇ બલદેવ, બિપીનભાઇ દેવાણી ઉમેદવાર છે. ઉપરાંત સ્ટોક એક્સચેન્જના બિલ્ડિંગને તોડી નવા ટાવરનું નિર્માણ કરી તેમા સભ્યોને ઓફિસ આપવાનું પણ સૂચન કરાયું છે. એસકેએસઇ સિક્યુરિટીને વેચવા રૂ.4.70 કરોડની ઓફર અંગે પણ નિર્ણય લેવામાં આવશે. ગત સાધારણ સભામાં ‘બુલ બેલની ફાઇટ’ જોવા મળી હતી, પરંતુ સભામાં તમામ દરખાસ્ત પસાર થવાની સભ્યોને આશા છે. સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એક્સચેન્જની વાર્ષિક સાધારણ સભામાં એસકેએસઈ સિક્યુરિટીને વેચવાના નિર્ણય પર મીટ મંડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...