તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇસ્કોન મોલનો શો રૂમ, સમોઝાદ સ્કૂલ સહિત 6 મિલકત સીલ કરાઈ

ઇસ્કોન મોલનો શો-રૂમ, સમોઝાદ સ્કૂલ સહિત 6 મિલકત સીલ કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મનપામાંડિસેમ્બર પછી પગારના પણ ફાંફા પડે તેવો અણસાર અત્યારથી આવી જતા ટેક્સ બ્રાન્ચનો સ્ટાફ દોડતો કરી ઇસ્કોન મોલમાં એક શો-રૂમ, મવડીમાં સમોઝાદ સ્કૂલ સહિત 6 મિલકત સીલ કરી છે.

નવા કમિશનર બંછાનીધિ પાનીએ ત્રણેય ઝોનના ટેક્સ ઓફિસરોને બાકીદારોનું હિટલિસ્ટ તૈયાર કરવાની સૂચના આપી છે. પૈકી નાનામવા સર્કલ પાસે આવેલા ઇસ્કોન મોલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી 102 અને 103 નંબરની મિલકતના માલિક જીતેન્દ્રભાઇ જી.પટેલ પાસેથી રૂ. 8.59 લાખનો વેરો વસૂલવા માટે બન્ને મિલકત સીલ કરી દેવામાં આવી હતી, જ્યારે મવડીમાં આવેલી સમોઝાદ વિદ્યાલયનો રૂ.7.58 લાખનો વેરો, રૈયારોડ પર સદ્દગુરુ કોમ્પ્લેક્સમાં પ્રફુલ રાચ્છની દુકાન નં.10નો રૂ.3.60 લાખનો વેરો વસૂલવા સીલ કરી દેવાઈ હતી.

મનપાએ રૂ.10 લાખથી વધુ વેરો બાકી હોય તેવા બાકીદારોનું હિટલિસ્ટ તૈયાર કર્યું છે. ગત વર્ષે આવા 139 બાકીદારો હતા.

તળિયાઝાટક થઈ રહેલી તિજોરીને સજીવન કરવાનો પ્રયાસ

મહાપાલિકાએ વેરા વસૂલાતનો ધોકો વહેલો પછાડવાનું શરૂ

અન્ય સમાચારો પણ છે...