તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પતિ પત્ની બંનેના પાનકાર્ડ જમા કરાવવાના રહેશે : 31 માર્ચ સુધીમાં પાનકાર્ડ લિંકઅપ કરાવી દેવાની તાક

પતિ - પત્ની બંનેના પાનકાર્ડ જમા કરાવવાના રહેશે : 31 માર્ચ સુધીમાં પાનકાર્ડ લિંકઅપ કરાવી દેવાની તાકીદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાંધણગેસનુંકનેક્શન ધરાવતાં ગ્રાહકોએ હવે ગેસ એજન્સીમાં પાનકાર્ડ જમા કરાવવું પડશે. વધુ આવક ધરાવનારાઓને સબસિડીમાંથી બાકાત કરવાની કેન્દ્ર સરકારની જે યોજના છે તેના ભાગરૂપે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું પેટ્રોલિયમ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. 31 માર્ચ સુધીમાં પાનકાર્ડની ઝેરોક્ષ ગેસ એજન્સીમાં જમા કરાવવાની રહેશે. જે વ્યક્તિના નામે ગેસ કનેક્શન હશે તે ઉપરાંત તેમના પત્નીએ પણ પાનકાર્ડની ઝેરોક્ષ જમા કરાવવી પડશે. રાંધણગેસ ધરાવનાર ગ્રાહક પાસે પાનકાર્ડ નહીં હોય તો ફોર્મ ભરવું પડશે.

ગેસ એજન્સીઓમાં આધારકાર્ડ લિંકઅપનું કામ અંતિમ તબક્કામાં છે. ગુજરાતમાં અંદાજે 7 ટકા જેટલું કામ બાકી રહ્યું છે ત્યારે વધુ આવક ધરાવનારાઓને રાંધણગેસમાં સબસિડી આપવામાં નહીં આવે તેવો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે તેવી સંભાવનાઓ વચ્ચે ગત શુક્રવારે નાણાં મંત્રાલયે આપેલી સૂચના મુજબ કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રાલયે આઇઓસી, બીપીસીએ, એચપીસીએલ સહિતની ઓઇલ કંપનીઓને તાકીદ કરી છે કે તેઓના હસ્તક આવતી ગેસ એજન્સીઓમાં નોંધાયેલા ગ્રાહકોના પાનકાર્ડ 31 માર્ચ સુધીમાં જમા કરાવી દેવા.

સૂચનાના પગલે રાજકોટ સહિત દેશભરની એજન્સીના સંચાલકોએ ગ્રાહકો પાસેથી પાનકાર્ડ જમા કરાવવા અંગેની કાર્યવાહી શરૂ કરી છે.જે ગ્રાહકો પાસે પાનકાર્ડ નહીં હોય તેઓએ એક ખાસ પ્રકારનું ફોર્મ ભરવું પડશે.

ભાસ્કર અેક્સક્લૂિઝવ

હવે LPG ધારકોએ ગેસ એજન્સીમાં પાનકાર્ડ જમા કરાવવું પડશે

વધુ આવક ધરાવનારાઓને સબસિડીમાંથી બાકાત કરવાની યોજના સંદર્ભે કેન્દ્ર સરકારના નાણા વિભાગે શરૂ કરેલી કાર્યવાહી

LPGના ગ્રાહકોને SMS થી જાણ કરવાની શરૂઆત

એલપીજીનાગ્રાહકોએ ગેસ એજન્સીઓમાં હવે પાનકાર્ડ જમા કરાવવું પણ ફરજિયાત થઇ ગયું છે. અંગેની જાણ ઓઇલ કંપનીઓ દ્વારા ગ્રાહકોને એસએમએસ મારફતે કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ગુજરાતમાં એલપીજીના અંદાજે 75 લાખ ગ્રાહકો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 18 અને રાજકોટ જિલ્લામાં સાડા ત્રણ લાખ ગ્રાહકો એલપીજી કનેક્શન ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...