તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એકલવાયા જીવનથી કંટાળી યુવાનનો ઝેર પી આપઘાત

એકલવાયા જીવનથી કંટાળી યુવાનનો ઝેર પી આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનીમાર્કેટિંગયાર્ડ પાસેની ભગીરથ સોસાયટીમાં રહેતાં દિનેશ બાબુભાઇ જેઠવા (ઉ.વ.32)એ શુક્રવારે સાંજે ઝેરી દવા પી લેતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇ અને એક બહેનમાં નાનો દિનેશ છૂટક મજૂરી કરતો હતો, દિનેશના કેટલાક વર્ષ પહેલાં છૂટાછેડા થઇ ગયા હતા, એકલવાયા જીવનથી કંટાળી યુવકે પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. યુવાન પુત્રના આપઘાતથી જેઠવા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...