• Gujarati News
  • National
  • નોટબંધીમાં 2.50 લાખથી વધુ રકમ જમા કરાવ્યા અંગે આઇટીને જવાબ નહીં આપો તો 50 ટકા ટેક્સ

નોટબંધીમાં 2.50 લાખથી વધુ રકમ જમા કરાવ્યા અંગે આઇટીને જવાબ નહીં આપો તો 50 ટકા ટેક્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીનીજાહેરાત બાદ 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2016 સુધીમાં પોતાની બેંકના ચાલુ અથવા સેવિંગ ખાતામાં 2.50 રૂપિયા કે તેનાથી વધુ રકમ જમા કરાવી હોય તેવા લોકો, પેઢી, ટ્રસ્ટને આવકવેરા વિભાગે એસએમએસ, ઇમેલથી નોટિસ આપી છે. નોટિસમાં બેંકમાં જમા રોકડનો સ્ત્રોત પૂછવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેર તથા જિલ્લામાં પ્રકારની 15 હજારથી વધુ નોટિસ ઇશ્યૂ થઇ હોવાનું આઇટી સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આઇટીની નોટિસનો જવાબ જે વ્યક્તિ નહીં આપે તેમની પાસેથી 50 ટકા ટેક્સની વસૂલાત કરવામાં આવશે.

આવકવેરા વિભાગની નોટિસ જે લોકોને મળી છે, તેમણે સમય મર્યાદામાં તેનો જવાબ આપવો ફરજિયાત છે. જો જવાબ નહીં આપવામાં આવે તો તેમની જમા રકમમાંથી આઇટી એક્ટ મુજબ 50 ટકા રકમ ટેક્સ પેટે વસૂલ કરવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે લોકોએ નોટિસનો જવાબ આપ્યો છે પણ તે જવાબથી આઇટી અધિકારીઓને સંતોષ નહીં થાય તો તેવા લોકોના ઘરે, ઓફિસ કે તેમના સંબંધિત અન્ય સ્થળો પર આઇટી સરવે કે સર્ચની કાર્યવાહી કરી શકે છે. સરવે કે સર્ચ બાદ જે કાળું નાણું પકડાશે તેમાંથી 50 ટકા ટેક્સની સાથે સાથે 25 ટકા પેનલ્ટી પણ કરવામાં આવી શકે છે. ખોટી માહિતી આપનાર લોકો પાસેથી કુલ 75 ટકા સુધી ટેક્સની વસૂલાત થઇ શકે છે.

અગાઉ સ્વઘોષિત આવક યોજના હેઠળ અઘોષિત આવક જાહેર કરનારની માહિતી ગુપ્ત રાખવાની વાત કરી હતી, પરંતુ નોટબંધી દરમિયાન રોકડ રકમ જમા કરનાર લોકોને છૂટ આપવામાં આવી નથી. સ્વઘોષિત આવક યોજનામાં રકમ જમા કરવામાં રાજકોટ શહેર સમગ્ર રાજ્યમાં નબળી કામગીરી કરનાર શહેરમાં સામેલ છે, ત્યારે હવે બેંકમાં જમા રકમ પર ટેક્સ વસૂલ કરવામાં અગ્રેસર રહે તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નોટબંધી વચ્ચે પરિચિતોના નાણા પોતાના ખાતામાં જમા કરાવનાર પણ મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા છે.

સાચો જવાબ આપો તો પેનલ્ટી લાગશે

જવાબ આપવામાં નિષ્ણાતની મદદ લેવી

જેલોકોને આઇટી વિભાગની નોટિસ મળી છે તેમણે ઓનલાઇન જવાબ આપવાના છે. જવાબ આપવામાં ભૂલ થશે તો પેનલ્ટી કે ટેક્સની વસૂલાત થશે. ઓનલાઇન જવાબ આપવામાં આવકના સ્ત્રોત જાહેર કરવાના છે. અંગેની સી.એ. કે નિષ્ણાતની મદદ લેવી જોઇએ. > ધર્મેશ પટેલ, સી.એ.

શહેરના અનેક નાના-મોટા વેપારીઓ સામેલ

આઇટીવિભાગે જે નોટિસ મોકલી છે તેમાં રાજકોટના અનેક નાના મોટા વેપારીઓ સામેલ છે. અમુક વેપારીઓ એવા છે કે, તેમની ઊઠક બેઠક રાજકારણીઓ અને મોટા સરકારી અધિકારીઓ સાથે પણ છે. આવકવેરા વિભાગની હાલ જે લોકોને નોટિસ મળી છે તેમના નામ ગુપ્ત રાખ્યા છે.

ક્યારથી તેમની સાથે કામ કરો છો | જેધંધાર્થીએ પોતાના બેંકના કરંટ એકાઉન્ટમાં વેપાર ધંધાની લેવડ દેવડ કરી છે તેમની સાથે ક્યારથી કામ કરો છો તે પણ જવાબ આપવો પડશે.

01

કરોડ રૂપિયા જમા કરનાર લોકો પાસેથી જાન્યુઆરીમાં જવાબ માગવામાં આવ્યા હતા

નોટબંધી બાદ રકમ જમા કરાવનારને મળેલી નોટિસના જવાબ આપવા અંગે આપને મૂંઝવતા પ્રશ્નો અને તેના ઉકેલ

બેંક પાસેથી મેળવ્યા ડેટા

આવકવેરાવિભાગે રાજકોટની તમામ સહકારી બેંક, સરકારી બેંક અને ખાનગી બેંક પાસેથી નોટબંધી દરમિયાન બેંકમાં 2.50 લાખથી કરોડો રૂપિયા જમા કરાવનારની માહિતી માગી હતી. તમામ વિગત મળ્યા બાદ આયકર તંત્ર દ્વારા લોકો પાસેથી ઓનલાઇન જવાબ માગવામાં આવી રહ્યા છે.

અન્ય વિભાગ પણ સક્રિય

નોટબંધીદરમિયાન બેંકમાં મોટી રકમ જમા કરાવી હોય તેમની માહિતી આર્થિક અપરાધ અન્વેષણ બ્યૂરો, એન્ટિ કરપ્શન બ્યૂરો, સેલ ટેક્સ અને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક વિભાગને પણ મોકલવામાં આવી શકે છે. સરકારી વિભાગ પણ તેની અનુકૂળતા મુજબ નાણાકીય વ્યવહારો અંગે તપાસ કરી શકે છે.

50 ટકા દેવો પડશે ટેક્સ

ઓનલાઇનખોટી માહિતી આપી હશે તો તેમની પાસેથી બેંકમાં જમા રોકડ રકમના 50 ટકા રકમ ટેક્સ પેટે વસૂલ કરાશે. પાંચ લાખ જમા કરાવ્યા હશે તો 2.50 લાખ રૂપિયા ટેક્સ આપવો પડશે.

અહીથશે ખર્ચ

આવકવેરાવિભાગના અધિકારીના કહેવા મુજબ તપાસ દરમિયાન જે ટેક્સની આવક થશે તે તમામ રકમ વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ થતા કામોમાં ખર્ચ થશે. જેથી ગરીબોનું કલ્યાણ થશે.

મોટી રોકડવાળાઓને પહેલા નોટિસ આપી

નોટબંધીદરમિયાન 3 લાખથી લઇ કરોડો રૂપિયા જમા કરનાર લોકોને જાન્યુઆરી 2017માં નોટિસ મોકલવામાં આવી હતી. આવા લોકો પાસે તેમની આવકના સ્ત્રોતની વિસ્તૃત માહિતી લેવામાં આવી છે. ખોટી માહિતી આપનાર લોકો સામે આગામી સમયમાં આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. હાલ જવાબોની સ્ક્રૂટિની થઇ રહી છે.

15 દિવસ સુધી જવાબોની સ્ક્રૂટિની થશે

લોકોએઓનલાઇન જે જવાબ આપ્યા છે, તેની સ્ક્રટિની 10-15 દિવસ સુધી થશે. લોકો દ્વારા આપવામાં આવેલા જવાબોના તથ્યોની તપાસ થશે, તે સાચા છે કે ખોટા તે અંગે માહિતી મેળવવામાં આવશે. ત્યાર બાદ ખોટા જવાબ આપનાર શંકાસ્પદ કેસો સામે કાર્યવાહી કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સીસીટીવીના કાયદા મુજબ આવા લોકો સામે કાર્યવાહી થશે.

પાનકાર્ડ ધારક છે: જેમનીસાથે વેપાર કે લેવડ દેવડ કરી તેમને તમે એાળખો છોω તેમની પાસે પાનકાર્ડ છેω તેમની સાથે કેટલા સમયથી પરિચય છે અને વેપાર કરો છોω

પાનકાર્ડ નંબર પણ આપવો પડશે: જેલોકો સાથે રોકડની લેવડ દેવડ કરી હશે તેવા લોકોના પાનકાર્ડ નંબર સહિતની તેમની વિગત આપવી પડશે. તેમની ઓળખ અંગે પણ જવાબ આપવો પડશે

ટેક્સમાં છૂટના પૈસા તો નથી: સરકારીવિભાગને કાળું નાણું અથવા પોલીસને તસ્કરો અંગે માહિતી આપી હોય તેમને પુરસ્કૃત કરવામાં આવે છે. આવા લોકોને ટેક્સમાં છૂટ મળે છે. રોકડ જમા કરનારને અંગે કહેવું પડશે.

રોકડક્યાંથી આવી: જમાકરાવેલી રકમ ક્યાંથી આવી, કોઇ પાસેથી હાથ ઉછીના લીધા, લોન લીધી કે કોઇએ રકમ આપી છે. તેની વિસ્તૃત માહિતી આપવી પડશે.

ગતવર્ષની આવક: રોકડજમા કરાવી હોય તેમની પાસેથી 2015-16માં થયેલું કુલ ટર્ન ઓવર, ચોખ્ખી આવક, તેના પર જમા કરેલો ટેક્સ અને પેનલ્ટી સહિતની વિગત માગવામાં આવી છે.

બેંકમાંથીપૈસા કાઢ્યા: ઘરમાંલગ્ન કે અન્ય કામ માટે બેંક એકાઉન્ટમાંથી પૈસા કાઢ્યા હતા કે કેમ, જેને નોટબંધી દરમિયાન ફરી બેંકમાં જમા કરવામાં આવ્યા છે અને જરૂરત પૂરી કરવામાં આવી છે.

ઈન્કમટેક્સ વિભાગને આટલી આપવી પડશે માહિતી

}આઇટી વિભાગે નોટિસ આપી સાત મુદ્દા પર માહિતી માગી છે. રોકડ જમા કરનાર વ્યક્તિના મોબાઇલ પર એસએમએસ અથવા ઇમેલ મોકલી નિશ્ચિત સમયમાં ઓનલાઇન સાચી અને સ્પષ્ટ જાણકારી આપવાનું કહેવાયું છે. જેથી ભવિષ્યમાં ભૂલ થાય.

ખોટી માહિતી આપનાર પાસેથી 75 ટકા સુધી ટેક્સની વસૂલાત કરાશે

રાજકોટ શહેર-જિલ્લામાં 15 હજારથી વધુને નોટિસ અપાઈ છે

આવકવેરા વિભાગે મોટી રકમ જમા કરનાર લોકોને નોટિસ આપતા મુશ્કેલી

અન્ય સમાચારો પણ છે...