• Gujarati News
  • National
  • મોચીનગરમાં મહિલાની ગળાટૂંપો આપી હત્યા

મોચીનગરમાં મહિલાની ગળાટૂંપો આપી હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
150રિંગ રોડ પર આવેલી રામાપીર ચોકડી નજીક મોચીનગરમાં મહિલાની ગળેટૂંપો આપી હત્યા કરી નખાયાની ઘટનાએ પોલીસને દોડતી કરી દીધી છે.

ગુરુવારે સાંજે અજાણી વ્યક્તિએ ફોન કરીને મોચીનગર શેરી નં.6/1ના ખૂણે આવેલા મકાનમાં ઘણા વર્ષોથી એકલી રહેતી અરુણાબેન પ્રવીણભાઈ ચૌહાણ (ઉ.વ.45)ની લાશ ઘરમાં પડી હોવાની જાણ કરી હતી. આથી ગાંધીગ્રામ પોલીસમથકના પીએસઆઈ એ.એમ. હેરમા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ કરતા મહિલાને ચુંદડી વડે ગળાફાંસો આપી હત્યા કરાયાનું સ્પષ્ટ થયું હતું. ઘરનો તમામ માલસામાન વેરવિખેર હતો અને કબાટ પણ ખુલ્લા હતા આથી લૂંટના ઈરાદે હત્યા થયાનું પણ પોલીસ માની રહી છે.નિવૃત્ત જમાદાર પ્રવીણ ચૌહાણ અને મહિલા મકાનમાં રહેતા હોવાનું પણ બહાર આવ્યું છે.

નિવૃત્ત જમાદાર સાથેની તસવીર

90 દી’ પહેલાં ખૂન કરાયાની શંકા, લાશને સેટીપલંગમાં છુપાવી હત્યારા ફરાર

અન્ય સમાચારો પણ છે...