• Gujarati News
  • National
  • વધુ એક ક્ષેત્રમાં પુરુષોની મોનોપોલી તૂટી

વધુ એક ક્ષેત્રમાં પુરુષોની મોનોપોલી તૂટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
5 મહિલા સામે ગુનો નોંધાયો 10 ટકાના વ્યાજે નાણાં ધીર્યા

કેટલીકમહિલાઓએ પણ હવે વ્યાજખોરીના ધંધામાં ઝંપલાવ્યું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. 5 મહિલા અને અન્ય એક શખ્સે એક મહિલાને 10 ટકાના વ્યાજે નાણાં આપી બાદમાં વ્યાજ સહિતની રકમ પરત મેળવવા ધાક-ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.

ભક્તિનગર પોલીસ મથકના એએસઆઇ એન.ડી.આહીરે જણાવ્યું હતું કે સાગર સોસાયટીમાં 9માં રહેતા ભાવનાબેન હિતેષ કુમાર જોગિયાને મુમતાઝબેન (રહે. આરએમસી કવાર્ટર), કાન્તાબેન (રહે.બુધ્ધનગર), જાહિદાબેન, મધુબેન (રહે. બન્ને મહેશ્વરી સોસાયટી), લિલાબેન (રહે. હુડકો કવાર્ટર) અને કમલેશ આહીર (રહે.નવયુગ સોસાયટી શેરી નં.9) નામના વ્યક્તિઓએ 3 થી 10 હજારની રકમ 10 ટકાના વ્યાજે આપી ત્રાસ આપતાં પોલીસે અાઈપીસી કલમ 384 અને મનલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

ભાવનાબેને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ઉપરોકત પાંચેય મહિલા અને કમલેશભાઈ આહીરને રેગ્યુલર 10 ટકાનું વ્યાજ ચુકવતા હતા. આમ છતાં વ્યાજનું વ્યાજ માગીને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. કયારેક વ્યાજ આપવામાં એકાદ-બે દિવસનું મોડું થાય તો આરોપીઓ અસહ્ય ત્રાસ આપતા હતા.

વ્યક્તિ સામે વ્યાજખોરીનો ગુનો નોંધાયો

અન્ય સમાચારો પણ છે...