• Gujarati News
  • National
  • 50 લાખના ફ્લેટ પર દેવો પડશે 75 હજાર રૂપિયા વધુ ટેક્સ

50 લાખના ફ્લેટ પર દેવો પડશે 75 હજાર રૂપિયા વધુ ટેક્સ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

ભારતસરકારે 2022 સુધીમાં તમામ ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે પ્રકારનું આયોજન કર્યું છે, પરંતુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના કારણે સામાન્ય પરિવારોને ફ્લેટની ખરીદી કરવી 1.5 ટકા મોંઘી પડશે. જીએસટી પહેલા સર્વિસ ટેક્સ 4.5 ટકા વસૂલ કરવામાં આવતો હતો, પરંતુ હવે 12 ટકા જીએસટી છે. જો કે સરકારે લોકો ઉપર મોટો બોજો પડે તે માટે બાંધકામના મટિરિયલ્સ પર ચૂકવવામાં આવેલા ટેક્સના બદલામાં ઇનપુટ ક્રેડિટ આપવાનો નિયમ છે જે બિલ્ડર ગ્રાહકને આપશે. ઇનપુટ ક્રેડિટ આપવા છતાં ગ્રાહકે ફ્લેટની ખરીદી પર 1.5 ટકા વધુ ટેક્સની રકમ આપવી પડશે. અહી નોંધનીય છે કે, ઇનપુટ ક્રેડિટ જીએસટી અનુસંધાને જમીન ખરીદીની રકમના બદલામાં આપવામાં આવેલી ટકા રાહતથી અલગ છે.

સરકારે જીએસટી હેઠળ મિલકત ઉપર 18 ટકા ટેક્સ જાહેર કર્યો છે, પરંતુ પ્રોજેક્ટની કિંમતના 33 ટકા હિસ્સો જમીનનો ખર્ચ માની સરકારે જીએસટીમાં 6 ટકાની રાહત આપી છે. જે ધ્યાને રાખી મિલકત પર 12 ટકા જીએસટી થશે. ઇનપુટ ક્રેડિટનો લાભ લીધા બાદ પણ 50 લાખના ફ્લેટની ખરીદી ઉપર 75 હજાર રૂપિયા વધુ ટેક્સ ચૂકવવો પડશે. બિલ્ડરને બાંધકામ મટિરિયલ્સ ઉપર ઇનપુટ ક્રેડિટ મળશે.

કમ્પલિશન પહેલા દસ્તાવેજ થાય તો ઇનપુટ ક્રેડિટ મળે

^જીએસટીઆવ્યા બાદ કમ્પલિશન પહેલા બિલ્ડર જો દસ્તાવેજ કરી આપે તો બિલ્ડરને ઇનપુટ ક્રેડિટ મળવા પાત્ર થાય છે. જો દસ્તાવેજ બાદમાં કરવામાં આવે તો ઇનપુટ ક્રેડિટ મળતી નથી. જીએસટી બાંધકામ મટિરિયલ્સ, જમીનની ખરીદી સહિતમાં ક્રેડિટ મળવા પાત્ર થાય છે. જીએસટીથી અનેક કાયદાકીય આંટીઘૂંટી સામે આવી છે, જે અંગે હજુ અધિકારીઓ પણ પૂરતા માહિતગાર નથી. > જયેશવડસોલા, ટેક્સસલાહકાર

જીએસટીથી બાંધકામ ક્ષેત્રના ટેક્સમાં મોટો વધારો થયો નથી

^જીએસટીપહેલા વેટ અને એક્સાઇઝ તથા સર્વિસ ટેક્સ હતા. સમયે સિમેન્ટ અને લોખંડમાં જે ટેક્સ વસૂલાત કરાતો હતો. સિમેન્ટમાં 28 ટકા અને લોખંડમાં 18 ટકા જીએસટી છે. અન્ય ફિટિંગમાં જીએસટી વસૂલ કરાય છે તેની ક્રેડિટ બિલ્ડરને મળે છે તે ક્રેડિટ બિલ્ડર ગ્રાહકને આપે છે. તેથી જીએસટી આવ્યા બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રના ટેક્સમાં મોટો વધારો થયો નથી. > રાજુભાઇરાવલ, સી.એ.

રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, મિલકત ઉપર અત્યારે કુલ 19 ટકા ટેક્સ થઇ ગયો છે. જે સામાન્ય પરિવારો માટે મુશ્કેલી સમાન છે. હાલ 12 ટકા જીએસટી, 5 ટકા સ્ટેમ્પ ડ્યૂટી, 1 ટકો રજિસ્ટ્રેશન ફી અને 1 ટકો સેસ. મિલકત ઉપર આટલો બધો ટેક્સ હોવાથી તેનો બોજો ગ્રાહક ઉપર પડે તે સ્વાભાવિક છે. જેમાં રાહત આપવી જોઇએ.

50 લાખના ફ્લેટ પર 3 લાખની ઇનપુટ ક્રેડિટ

ગ્રાહકે5 હજાર રૂપિયા વર્ગ ફૂટના હિસાબે 1000 વર્ગ ફૂટના ફ્લેટની ખરીદી કરી છે. જેની કિંમત 50 લાખ રૂપિયા થાય છે. બિલ્ડરોના હિસાબે 50 લાખના ફ્લેટ પર અંદાજે 6 ટકા (3 લાખ રૂપિયા) ઇનપુટ ક્રેડિટ મળે છે. 3 લાખ રૂપિયાની ક્રેડિટ બિલ્ડર ગ્રાહકને આપશે, જ્યારે કુલ જીએસટી 6 લાખ રૂપિયા થશે. જીએસટીમાં ઇનપુટ ક્રેડિટ બાદ કરવામાં આવે તો ગ્રાહકે 3 લાખ રૂપિયા ટેક્સ પેટે આપવાના રહે છે. જીએસટી પહેલા 50 લાખના ફ્લેટની ખરીદી પર 2.25 લાખ રૂપિયા સર્વિસ ટેક્સ લાગતો હતો. આમ ગ્રાહકે ધ્યાન રાખવું કે ઇનપુટ ક્રેડિટમાં જમીનની કિંમત પર આપવામાં આવેલી 6 ટકા રાહત સામેલ થતી નથી.

ફ્લેટ પર કુલ 19 ટકા ટેક્સ

પ્રોજેક્ટની કિંમતનો 33 ટકા હિસ્સો જમીનનો ખર્ચ હોવાનું સરકાર માને છે

ગ્રાહક ધ્યાન રાખે જમીનની કિંમત પર GSTમાં આપેલી 6% રાહતથી અલગ છે ઇનપુટ ક્રેડિટ

અન્ય સમાચારો પણ છે...