તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ, જામનગરમાં સ્વાઇન ફ્લૂનો ફૂંફાડો, વધુ ત્રણ દર્દીએ દમ તોડ્યો

રાજકોટ, જામનગરમાં સ્વાઇન ફ્લૂનો ફૂંફાડો, વધુ ત્રણ દર્દીએ દમ તોડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટતેમજ જામનગરમાં સ્વાઇન ફ્લૂની ઝપટે ચડેલા બે વૃધ્ધા સહિત ત્રણનાં મોત નીપજ્યાનું જાહેર થયું છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂની મહામારીએ વધુ બેનો ભોગ લેતા મત્યુ આંક કુલ 103 પર પહોંચ્યો છે. જ્યારે જામનગરનો મૃત્યુ આંક 23 થયો છે.

ડો.મનીષ મહેતાના જણાવ્યાં મુજબ, રવિવારે સિવિલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર લઇ રહેલા અમરેલીના 60 વર્ષના વૃધ્ધા અને જેતપુરના 70 વર્ષના વૃધ્ધાએ દમ તોડ્યાં છે. રાજકોટમાં હાલ કુલ 55 દર્દી સારવારમાં છે. જેમાં સિવિલમાં 13 અને ખાનગી હોસ્પિટલમાં 42 દર્દી સારવારમાં છે. ખાનગી અને સિવિલમાં 55 પૈકી 16 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે સિવિલમાં સારવાર લઇ રહેલાઓમાં રાજકોટના 7, જેતપુર, અમરેલી, જામનગર, જૂનાગઢ, મોરબીના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. જેમાં સાત પુરુષ છે. અને 5 મહિલા છે.

રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 455 કેસ નોંધાયા છે. તે પૈકી રાજકોટ શહેરમાં 157 કેસમાંથી 29નાં મોત,જિલ્લામાં 96 કેસમાંથી 25 મોત, જ્યારે અન્ય જિલ્લાઓમાંથી 202 કેસમાંથી 49નાં મોત નીપજ્યાનું સત્તાવાર જણાવાયું છે.

જામનગર જિલ્લાના જોડિયા તાબેના ભાદરા ગામના 65 વર્ષના પ્રૌઢ છેલ્લાં મહિનાથી બીમાર પડ્યા હતા. દરમિયાન તેમને સ્વાઇન ફ્લૂ થયાનું જાહેર થતા તેમને સારવાર માટે જમનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.

જામનગરની જી.જી.હોસ્પિટલમાં જોડિયા પંથકના પ્રૌઢે દમ તોડ્યો

રાજકોટમાં અમરેલી, જેતપુરના વૃધ્ધાએ દમ તોડ્યો,મૃત્યુ આંક 103

અન્ય સમાચારો પણ છે...