તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચોટિલા માતાજી મંદિર પાસે નવું બસ સ્ટેન્ડ બનશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટિલા માતાજી મંદિર પાસે નવું બસ સ્ટેન્ડ બનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિભાગીય કચેરીનું રિનોવેશન, ગોંડલનું બસ સ્ટેન્ડ પાડી નવું બનાવાશે

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

એસટીનિગમ દ્વારા સૌરાષ્ટ્રમાં ચોટીલામાં નવું બસ સ્ટેન્ડ,ગોંડલ, મોરબી, ધ્રાંગધ્રામાં જૂના બસ સ્ટેન્ડ પાડી નવા બસ સ્ટેન્ડનું રિનોવેશન, જ્યારે રાજકોટ એસટી ડિવિઝન કચેરીમાં નવું પાર્કિંગ, બારી, દરવાજા, કલરકામ, આર.સી.સી. વર્ક કરવાનો નિર્ણય લેવાયો છે. માટે કુલ 14.50 લાખનો ખર્ચ થશે.

અંગે વિભાગીય નિયામક ડી.અેમ.જેઠવાના જણાવ્યા મુજબ ભાવિકો સુવિધા માટે ચોટીલા હાઇવે પર માતાજી મંદિર નજીક એસટી વર્કશોપની પાછળ 2 કરોડના ખર્ચે નવું બસ સ્ટેન્ડ બનાવાશે.

માટેનું ટેન્ડર બહાર પડી ચૂક્યું છે. જો કે, જૂનું બસ સ્ટેન્ડ ચાલુ રહેશે. ધ્રાંગધ્રામાં જૂનું બસ સ્ટેન્ડ પાડી નવું બનશે માટે 2 કરોડ, મોરબી જૂના બસ સ્ટેન્ડ માટે 1.50 કરોડ,ગોંડલ માટે 3 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

લીંબડી બસ સ્ટેન્ડનું ચાર કરોડના ખર્ચે રિનોવેશન કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, તો ગોંડલ રોડ એસટી વર્કશોપ, વિભાગીય નિયામક કચેરીના કલર, આર.સી.સી. પાર્કિંગ માટે નવા દરવાજા, બારી વગેરે કામ માટે પણ તંત્ર દ્વારા બે કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો