તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઇફકોએ ફરી વખત DAPના ભાવ ઘટાડાની જાહેરાત કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇફકોએ ફરી વખત DAPના ભાવ ઘટાડાની જાહેરાત કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઇન્ડિયનફાર્મર્સ ફર્ટિલાઇઝર કો ઓપરેટિવ લિ. (ઇકફો)એ ફરી એક વખત ડી.એ.પી.ના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જો કે, ખેડૂતોએ ખરીફ વાવેતર માટે અગાઉથી ડી.એ.પી. ખાતરની ખરીદી કરી લીધી હોવાથી ખેડૂતોને હાલ લાભ નહીં થાય. સારો વરસાદ પડ્યા બાદ ખેડૂતોને ખાતરની જરૂર પડશે. ઇફકોના રાજકોટ એરિયા મેનેજર ડી.એન. રામાણીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરના ઉત્પાદન અને વેચાણ ક્ષેત્ર, ખેડૂતોની પોતાની માલિકીની સહકારી સંસ્થા ઇફકોએ ડી.એ.પી.ના ભાવમાં ફરી એક વખત ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડો 15 જુલાઇથી અમલમાં મૂકવામાં આવ્યો છે. થેલી દીઠ નવો રૂ.1153.50 રહેશે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 50 કિલો થેલીના ભાવમાં રૂ.50થી 250 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો