તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શેઠનગર પાસે કારે સ્કૂટરને ઠોકરે લેતાં વૃધ્ધનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેઠનગર પાસે કારે સ્કૂટરને ઠોકરે લેતાં વૃધ્ધનું મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભત્રીજાએ નવી શરૂ કરેલી દુકાનેથી પરત ફરતા હતા ત્યારે કાળ ત્રાટક્યો, કારચાલકની શોધખોળ

ક્રાઇમ રિપોર્ટર|રાજકોટ

જામનગરરોડ પર શેઠનગર પાસે રવિવારે રાત્રે ડબલસવારી સ્કૂટરને કારે ઠોકરે લેતા સ્કૂટર ચાલક વૃધ્ધનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના પત્નીને ઇજા થઇ હતી. પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.

જંક્શન પ્લોટ વિસ્તારના હંસરાજનગરમાં રહેતા ગોરધનભાઇ ભાણજીભાઇ નથવાણી (ઉ.વ.70) અને તેમના પત્ની કંચનબેન નથવાણી (ઉ.વ.66) તેમના ભત્રીજા ધવલભાઇએ શેઠનગર પાસે શરૂ કરેલી નવી દુકાને રવિવારે રાત્રે ગયા હતા અને થોડીવાર બેઠા બાદ વૃધ્ધ દંપતી સ્કૂટર પર પરત હંસરાજનગર જવા નીકળ્યું હતું. સ્કૂટર ગોરધનભાઇ ચલાવતા હતા, દંપતી શેઠનગર નજીક ડિવાઇડર પાસે પહોંચ્યું હતું વખતે પાછળથી એક કાર પૂરપાટ ઝડપે ધસી આવી હતી અને સ્કૂટરને ઠોકર મારી હતી.

કારની ઠોકરથી વૃધ્ધ દંપતી સ્કૂટર પરથી રસ્તા પર ફંગોળાયા હતા. ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા અને ગોરધનભાઇના પુત્રી રેખાબેન પણ પહોંચી જતાં તેમણે તાકીદે તેમના માતા-પિતાને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જોકે, ગંભીર રીતે ઘવાયેલા ગોરધનભાઇનું સોમવારે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવથી નથવાણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવમાં પોલીસે જીવલેણ અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો