તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટની પ્રદૂષણની સમસ્યા સામે સ્વિસ સરકાર આપશે આર્થિક સહાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટની પ્રદૂષણની સમસ્યા સામે સ્વિસ સરકાર આપશે આર્થિક સહાય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંપ્રદૂષણ ઘટાડવા ઉપરાંત બિલ્ડિંગ એનર્જી એફિસિયન્સીની દિશામાં સ્વિસ સરકાર તરફથી આર્થિકથી માંડી ટેક્નિકલ માર્ગદર્શન સહિતની સહાય મળવાની છે. સ્વિસ ડેલિગેશનના 9 સભ્યો સોમવારે રાજકોટ આવ્યા છે. બે દિવસ સુધી શહેરની ભૌગોલિક સ્થિતિ, પ્રવર્તમાન સમસ્યા અને મનપા દ્વારા ચાલતા વિવિધ વિકાસ કામોનું સ્થળ નિરીક્ષણ કરશે. સ્વિસ ડેલિગેશને ભારતમાં ચાર શહેરો પસંદ કર્યા છે. તેના પ્રોજેક્ટનું લોન્ચિંગ પણ રાજકોટમાં મંગળવારે કરાશે.

સ્વિત્ઝર્લેન્ડ ગવર્મેન્ટની સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન(એસડીસી)એ કેપેસિટી પ્રોજેક્ટ માટે બે મહિના પહેલા દેશના ચારેય દિશામાંથી ચાર-ચાર મહાનગરપાલિકાની પસંદગી કરી છે. જેમાં પશ્વિમ ઝોનમાંથી રાજકોટ, ઉત્તર ઝોનમાંથી ઉદયપુર, પૂર્વ ઝોનમાંથી સીલીગુડી અને દક્ષિણ ઝોનમાંથી કોઇમ્બતુરનો સમાવેશ થયો છે.

ચારેય શહેરો માટે બિલ્ડિંગ એનર્જી એફિસિયન્સી પ્રોજેક્ટ બનાવાયો છે. રાજકોટ માટે ગર્વની બાબત છે કે, સ્વિસ એજન્સીનું લોન્ચિંગ પણ રાજકોટથી થવાનું છે. એજન્સીના 9 સભ્યોનું ડેલિગેશને સોમવારથી રાજકોટમાં પડાવ નાખ્યો છે.

બે દિવસના રોકાણ દરમિયાન મનપા દ્વારા જે વિકાસ કામો પૂરા થયા છે અને હાલ ચાલી રહ્યા છે તમામ સ્થળે રૂબરૂ મુલાકાત લેશે.

સોમવારે પ્રથમ દિવસે યોજેલી મિટિંગ સ્વિસ એજન્સીએ રાજકોટને પ્રથમ તબક્કામાં રૂ.1 કરોડ આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત પ્રદૂષણ નિયંત્રણ તેમજ બિલ્ડિંગ એનર્જી એફિસિયન્સી માટે પ્રોજેક્ટ તૈયાર કરવા ટેક્નિકલ માર્ગદર્શન આપવાની તૈયારી દર્શાવી હતી.

વધુમાં જે કંઇપણ ભાવિ પ્રોજેક્ટ તૈયાર થાય તેને સાકાર કરવા માટે આર્થિક ખર્ચ ક્યાથી મેળવી શકાય તે ફન્ડિંગ બાબતે પણ એક દિશા સૂચન આપવાની તૈયારી પણ સ્વિસ એજન્સીએ દર્શાવી છે.

સ્વિસ ડેલિગેશનના સભ્યો તેના પ્રોજેક્ટનું લોન્ચિંગ રાજકોટમાં મંગળવારે કરશે.

9 સભ્યોનું ડેલિગેશન રાજકોટ આવ્યું, તજજ્ઞો દ્વારા અપાશે ટેક્નિકલ માર્ગદર્શન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો