તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુવંદનાનો કાર્યક્રમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
{ રાજકોટ | ગુરુપૂર્ણિમાનિમિત્તે ગોંડલ રોડ, સૂર્યમુખી હનુમાનજી મંદિર દ્વારા 19 જુલાઇના સાંજે 7.30 કલાકથી મહાપ્રસાદનો કાર્યક્રમ 11-વિજય પ્લોટ, ગોંડલ રોડ ખાતે યોજાશે. ભાવિકોએ પ્રસાદનો લાભ લેવા મહંત હરભજનદાસબાપુએ યાદીમાં જણાવ્યું છે.

{રાજકોટ | અવધૂતબાબાશિવાનંદજી (શિવયોગ) દ્વારા 19 જુલાઇના ગુરુપૂર્ણિમાને અનુલક્ષી વિશેષ ધ્યાન, પાદુકા પૂજનનો કાર્યક્રમ સાંજે 5 થી 8 ગણાત્રાવાડી, જ્યુબિલી બાગ તાર ઓફિસ પાછળ યોજાશે. 2 થી 7 ઓગસ્ટ લાઇવ ‘શાંભવી હિલિંગ’નું આયોજન કરાયું છે. રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.

{રાજકોટ | સૌરાષ્ટ્રવિપશ્યના રિસર્સ સેન્ટર દ્વારા ધમ્મકોટ વિપશ્યના કેન્દ્ર પર 19 થી 30 જુલાઇ વિપશ્યના શિબિર યોજાશે. શિબિરમાં જોડાવા ઇચ્છુક સાધકોએ નામ નોંધણી સિટી ઓફિસ, ભાભા હોટેલ ખાતે કરાવી લેવાની રહેશે.

{રાજકોટ | એસ.એસ.વાયપરિવાર દ્વારા 19 જુલાઇના રાતે 8.30 કલાકે વિદ્યાનગર મેઇન રોડ, રોટરી ભવન હોલમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી સાધક મિત્રોના સહકારથી કરવામાં આવશે.

{રાજકોટ | જૂનાવિપશ્યી સાધકો માટે 19 જુલાઇના રાતે 9 થી 11 માસૂમ વિદ્યાલય, યુનિવર્સિટી રોડ ખાતે સમૂહ સાધના અને ધર્મ ચર્ચાનો કાર્યક્રમ યોજાશે.

{રાજકોટ | રેલવેજંક્શન પાછળ, રૂખડિયા હનુમાનજી મંદિરે 19 જુલાઇના સવારે 9.30 થી 10 ગુરુદેવ શ્રી પ્રભુદાસજી મહારાજ અને જમનાદાસજી મહારાજની ચરણપાદુકા પૂજન, આરતી, સવારે 10 થી 12 સમૂહ સુંદરકાંડના પાઠ અને જુગલ હનુમાનજી મંદિરે સવારે 8 કલાકે પ્રેમદાસજી બાપુની ચરણપાદુકાના પૂજન, આરતી સાંજે 5 થી 7 બટુક ભોજન અને રાતે 9.30 કલાકે ભજનનો કાર્યક્રમ યોજાશે.

{રાજકોટ | સ્વામિનારાયણમુખ્ય મંદિર, ભૂપેન્દ્ર રોડ ખાતે 19 જુલાઇના મંદિરના મુખ્ય મહંત શાસ્ત્રી હરિવલ્લભ સ્વામી (હરિદ્વારવાળા)ના નેતૃત્વમાં સેવાધારી હરિભક્તો, ટ્રસ્ટી મંડળના ચેરમેન મથુરાદાસ દત્તાણી, તમામ સભ્યો ગુરુપૂજન વિધિમાં જોડાશે. સવારે 5 કલાકે સત્સંગી ભાઇઓ, બહેનો પૂજનમાં જોડાશે.

{રાજકોટ | શાસ્ત્રીશંકરમહારાજ જોષી (ગરણીવાળા હાલ રાજકોટ) સ્થાપિત તેમના શિષ્ય રમેશભાઇ (રાધેશ્યામબાપુ) સંચાલિત રાધેશ્યામ ગૌ સેવા ધામ, રૈયાધારમાં 19 જુલાઇના સવારે 10.30 કલાકે ગુરુપૂજન, સાંજે 7 થી 9 મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. હાલ 45 ગાયોની સેવા કરાય છે. દરરોજ 500 બાળકોને બટુક ભોજન છેલ્લા 2006થી કરાવવામાં આવી રહ્યું છે.

{રાજકોટ | યોગદાસત્સંગ ધ્યાન કેન્દ્ર રાજકોટ દ્વારા 19 જુલાઇના સાંજે 6 થી 8 સત્સંગ, સમૂહ ધ્યાન, ભજન, કીર્તન, ગુરુદેવ શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીના ઉપદેશોનું વાંચન એમ-4, ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નં-1, પરમહંસ યોગાનંદ માર્ગ, કાલાવડ રોડ ખાતે યોજાશે.

{રાજકોટ | પુનિતભજન સમાજ દ્વારા ધૂન, ભજનનો કાર્યક્રમ 19 જુલાઇના રાતે 9.30 થી 11.30 કનૈયાલાલ કુકરેજા, પુનિત કૃપા, 9-ઇન્દ્રપ્રસ્થનગર, ટાગોર માર્ગ પાછળ રાખેલ છે.

{રાજકોટ | કોઠારિયાકોલોની, કોટેશ્વર મહાદેવ મંદિરે મંગળવારે ગુરુપૂજનનો કાર્યક્રમ યોજાશે. બજરંગદાસબાપાની બઢૂલીએ સવારે મંગળા આરતી, ધ્વજાપૂજન, બપોરે 12 કલાકે બાપાનું પૂજન, અર્ચન, મહાઆરતી કરાશે.

{રાજકોટ | ભારતીયપ્રજાપતિ હિરોઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, લાખના બંગલા સામે, ગાંધીગ્રામ ખાતે 19 જુલાઇના સાંજે 4 કલાકે ચક્રવર્તિ ભગવાન ગુરુ શ્રી દક્ષ પ્રજાપતિ મહારાજ જન્મજયંતી મહોત્સવની ઉજવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો