તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચિપ સાથે મળેલા કબૂતરની પાંખો FSLમાં મોકલાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિપ સાથે મળેલા કબૂતરની પાંખો FSLમાં મોકલાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંગીતની પરીક્ષા પ્રથમશ્રેણીમાં પાસ કરી

પડધરીનાવણપરી નજીક રવિવારે સવારે પગમાં ચિપ બાંધેલી હાલતમાં મૃત કબૂતર મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સોમવારે મૃત કબૂતરનું પોસ્ટમોર્ટમ કરાવી તેની પાંખો અને ચિપ એફએસએલમાં મોકલી પોલીસે તપાસ આગળ ધપાવી હતી.

વણપરી નજીક મૃત હાલતમાં કબૂતર પડ્યું છે અને તેના બંને પગમાં ત્રણ ચિપ બાંધેલી છે તેવો સંદેશો મળતા પડધરીના પીએસઆઇ સોલંકી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. કબૂતરની પાંખો પર અરબીભાષામાં કંઇક લખાણ લખાયું હતું અને તેના એક પગમાં એક અને બીજા પગમાં બે ચિપ લગાડેલી હતી. ચિપ પર નંબરો લખાયા હતા.

ચિપ લગાડેલું કબૂતર મળતા કબૂતરનો જાસૂસી માટે ઉપયોગ થયાની શંકાઓ ઊઠી હતી. પોલીસે અરબીભાષા જાણતા કેટલાક લોકોને બોલાવી પાંખ પરનું લખાણ વચાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં સફળતા મળી નહોતી. સોમવારે કબૂતરનું પશુ ડોક્ટર પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પીએસઆઇ સોલંકીએ જણાવ્યું હતું કે, કોઇ શંકાસ્પદ બાબત પોસ્ટમોર્ટમમાં બહાર આવી નહોતી. પાંખ પર જે લખાયું છે તેનો ભેદ ઉકેલવા તેમજ ચિપમાં શું છે તે જાણવા પાંખો અને ત્રણેય ચિપ એફએસએલમાં મોકલી અપાઇ છે.

પોસ્ટમોર્ટમ કરાવાયું, કંઇ શંકાસ્પદ મળ્યું નહીં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો