Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાગીદારોએ રૂ. 75 લાખ માગતાં ફાઇનાન્સરે ઝેર પીધંુ
ફાઇનાન્સરોઅને વ્યાજખોરો સામે સતત ફરિયાદ નોંધાઇ રહી છે ત્યારે ફાઇનાન્સરે પેઢી બંધ કરી દઇ હિસાબપેટેના રૂ.21 લાખ તેના ભાગીદારોને ચૂકવી દીધા હોવા છતાં ભાગીદારોએ વ્યાજ સહિત 75 લાખની માગ કરતા ફાઇનાન્સરે ફિનાઇલ પી લેતા તેને સારવારમાં ખસેડાયો હતો.
રામપાર્કમાં રહેતા ફાઇનાન્સર ધવલ મનસુખભાઇ પીપળિયાઅે ફિનાઇલ પી લેતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી. ધવલે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા તેણે તેના માસીના પુત્ર ગુલાબ મુંગરા અને તેના કાકા નવલ મુંગરા સાથે ભાગીદારીમાં માલવિયા કોલેજ પાછળ રામનગરમાં સતનામ ફાઇનાન્સ નામે ફાઇનાન્સનો ધંધો શરૂ કર્યો હતો. થોડા સમય પૂર્વે ધવલ પીપળિયાએ ભાગીદારી છૂટી કરી બંને ભાગીદારોને હિસાબ પેટેના રૂ.21 લાખ ચૂકવી દીધા હતા, પરંતુ બંને ભાગીદારોએ વ્યાજ સહિત વધુ રૂ.75 લાખની માગ કરી હતી. નાણાં વસૂલવા માટે ધવલની સામે છેતરપિંડીની અરજી પણ કરી હતી અને કેસમાં ધવલની અટકાયત પણ પોલીસે કરી હતી. પૂર્વ ભાગીદારોની ઉઘરાણી અને પરેશાનીથી કંટાળી પગલું ભર્યું હતું.
ફાઇનાન્સર હોસ્પિટલના બિછાને