તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બેસણામાં જતાં વૃધ્ધને કાળ ભેટ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેસણામાં જતાં વૃધ્ધને કાળ ભેટ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોરબીરોડ જૂના રેલવે સ્ટેશન પાસે 11 દિવસ પૂર્વે ટ્રેનની ઠોકરે ઘવાયેલા વૃધ્ધે દમ તોડી દીધો હતો. લાતી પ્લોટમાં રહેતા ઘોઘાભાઇ પાતાભાઇ ઝાપડા (ઉ.વ.75) ગત તા.7ના ભગવતીપરામાં તેમના મિત્રના બેસણામાં જવા ઘરેથી નીકળ્યા હતા. વૃધ્ધ ઘોઘાભાઇ મોરબી રોડ પર રેલવેના પાટા ઓળંગી રહ્યા હતા ત્યારે ટ્રેન ધસી આવી હતી અને ઘોઘાભાઇ ટ્રેનની ઠોકરે ચડી જતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, અગિયાર દિવસની સારવાર કારગત નીવડી નહોતી અને વૃધ્ધનું મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉંમર વધવાને કારણે ઘોઘાભાઇને બરોબોર દેખાતું નહોતું અને સાંભળવામાં પણ તકલીફ થતી હતી, ઓછું સંભળાવવાને કારણે ટ્રેન આવી ગયાની જાણ નહીં થતાં ટ્રેનની ઠોકરે ચડી ગયા હતા. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો