તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં આજે પ્રોફેસરના ઇન્ટરવ્યૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં આજે પ્રોફેસરના ઇન્ટરવ્યૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એચઆરડીસીમાં પ્રોફેસર માટે 7 અને એસોસિએટ પ્રોફેસર માટે 16 ઉમેદવારો

એજ્યુકેશન રિપોર્ટર|રાજકોટ

યુનિવર્સિટીમાંમંગળવારથી પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરોે ઇન્ટરવ્યૂનો પ્રારંભ થઇ રહ્યો છે. આજે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રોફેસર માટે જનરલ કેટેગરીના સાત ઉમેદવારો અને એસોસિએટ પ્રોફેસર માટે જનરલ કેટેગરીના 16 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાશે.

હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રોફેસરની જગ્યા માટે સાત ઉમેદવારોએ અરજી કરી છે જેમાંથી ડો. પ્રવીણસિંહ ચૌહાણ, ડો.કલાધર આર્ય અને ડો.આલોક ચક્રવાલમાંથી કોઇ ઉમેદવારની પસંદગી થાય તેવી શક્યતા છે. જ્યારે એસોસિએટ પ્રોફેસરની રેસમાં ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.ધીરેન પંડ્યા સહિત 16 ઉમેદવારો છે. ઇન્ટરવ્યૂમાં 3 એક્સપર્ટ, 1 યુજીસીના પ્રતિનિધિ, 1 ગવર્નરના પ્રતિનિધિ અને કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણ બેસશેે.

કાલે લો અને કોમર્સના ઉમેદવારોના ઇન્ટરવ્યૂ

ચીફએકાઉન્ટ ઓફિસર કે.એન. ખેરે જણાવ્યું હતું કે, બુધવારે કોમર્સ અને લો ફેકલ્ટીમાં પ્રોફેસર માટેના ઇન્ટરવ્યૂ છે. જેમાં કોમર્સમાં એસોસિએટ પ્રોફેસર ટુ પ્રોફેસર તથા આસિસ્ટન્ટ પ્રોફેસર ટુ એસોસિએટ પ્રોફેસર માટે બે વર્તમાન અધ્યાપકોના ઇન્ટરવ્યૂ છે, તેમજ લોમાં એસોસિએટ પ્રોફેસર ટુ પ્રોફેસરના ઇન્ટરવ્યૂ લેવાશે. ઉપરાંત કોમર્સમાં એસોસિએટ પ્રોફેસર એસઇબીસી કેટેગરીના ઉમેદવારની ભરતી માટેનો ઇન્ટરવ્યૂ લેવાશે. જેમાં 1 જગ્યા માટે 6 ઉમેદવારો નોંધાયા છે, તેમજ લોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એસઇબીસી કેેટેગરીમાં 4 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાશે.

યુનિવર્સિટીમાં આજથી 26 અધ્યાપકના ઇન્ટરવ્યૂ શરૂ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો