તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદથી રાજકોટની પોસ્ટ બીજા દિવસે પહોંચશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદથી રાજકોટની પોસ્ટ બીજા દિવસે પહોંચશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોસ્ટવિભાગ દ્વારા નેક્સ્ટ ડે કનેક્ટ ઇન્ડિયા અભિયાન હેઠળ અમદાવાદથી વડોદરા અને અમદાવાદથી રાજકોટની તમામ પોસ્ટને બીજા દિવસે ગ્રાહકો સુધી પહોંચાડવા રોડ નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે આગામી દિવસોમાં સુરતને અને ત્યારબાદ અન્ય શહેરોને પણ યોજના હેઠળ જોડી દેવામાં આવશે. વધુમાં જો કોઈ વ્યક્તિનું સ્પીડ પોસ્ટ કે રજીસ્ટર્ડ પોસ્ટ આવ્યું હોય અને તેની ડિલિવરી વખતે ઘરે તાળું હોય તો પોસ્ટમેન ડિલિવરી સ્લીપમાં ટપાલની વિગતો ભરી ઘરમાં નાખીને આવશે જેથી ઘર મલિકને ટપાલ આવી હોવાની માહિતી મળતા તે પોસ્ટ વિભાગમાં જઈ ત્યાંથી તે મેળવી શકશે.

વિશે ગુજરાતના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ રામભરોસાએ જણાવ્યું કે, ભારતીય ટપાલ વિભાગ તમામ લોકોને એકબીજાની સાથે જોડવા માટે સતત પ્રયત્નશીલ છે અને લોકોને ઝડપી સુવિધા મળી રહે તે માટે રોડનેટવર્ક સિસ્ટમ વધારવાનું આયોજન કર્યું છે. જેના માટે ગુજરાતમાં 1 જૂનથી અમદાવાદથી રાજકોટ અને વડોદરા માટે બન્ને દિશામાં લોકોને ઝડપી સ્પીડ પોસ્ટ, રજીસ્ટ્રી, મનીઓર્ડર સહિતની ટપાલ મળી રહે તે માટે રોડ કનેક્ટીવીટી સિસ્ટમ શરૂ કરી છે.

જ્યારે આગામી દિવસોમાં સુરતને પણ સિસ્ટમ સાથે જોડી દેવામાં આવશે. જેના પગલે શહેરોના લોકો ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ હબ સહિત અન્ય સંસ્થાની ટપાલ ઝડપથી બીજા દિવસે પહોંચાડી દેવાશે.

ઇવનિંગ ડિલિવરી સેવા શરૂ કરાઈ

જોકોઈનો ઘર બંધ હોય અને પોસ્ટ મેન તે ઘરની ટપાલની દિવસ દરમિયાન આપી શક્યો હોય તેવા ઘરોમાં સાંજે પણ પોસ્ટમેન ટપાલની ડિલિવરી કરવા જશે. હાલમાં યોજના અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઇવનિંગ ડિલિવરી સેવા શરૂ કરાઈ છે. જો યોજનાને સફળતા મળશે તો રાજ્યની તમામ હેડપોસ્ટ ઓફિસોમાં શરૂ કરાશે.

જો ઘરે તાળું હશે તો પોસ્ટમેન ડિલિવરી સ્લીપ ઘરમાં નાખીને આવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો