તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગુજરાતમાં હવે દલિતોનો ગુસ્સો ફાટ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં હવે દલિતોનો ગુસ્સો ફાટ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાનાસમઢિયાળી ગામે દલિત યુવાનો ઉપર કહેવાતા ગૌ સેવકો દ્વારા કરાયેલા અત્યાચારની ઘટનાના વિરોધમાં ગોંડલના દલિત મેઘવાળ સમાજના નગરપાલિકાના કોંગ્રેસી સદસ્ય સહિત પાંચ અને ધોરાજી નજીકના જામકંડોરણા ગામે બે યુવાનોએ ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં ગોંડલ અને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા છે. બીજી બાજુ ઘટના બાદ સાંજના સુમારે કેટલાંક તત્ત્વોએ નગરપાલિકા, મામલતદાર અને ડે.કલેક્ટર કચેરીમાં મૃત પશુઓના અવશેષો મૂકી જતા તંત્ર ઘાંઘું થયું હતું. તોફાની તત્ત્વોએ એક એસટી બસના કાચ પણ ફોડ્યા હતા. દલિત મેઘવાળ સમાજના અને પાલિકાના એકમાત્ર સદસ્ય અનિલભાઈ માઘડ, રાજેશભાઈ પરમાર, રમેશભાઈ પારઘી, જગદીશભાઈ રાઠોડ, તેમજ ભરતભાઈ સોલંકી નામના યુવાનો દ્વારા શહેરના ખટારા સ્ટેન્ડ કડિયાલાઈન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ચીમકીના પગલે પોલીસ અને સરકારી તંત્ર દ્વારા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સવારના 11 કલાકના સુમારે ખાનગી કારમાં પૂરપાટ ઝડપે આવી ઉપરોક્ત પાંચેય યુવાનો ઝેરી દવાની બોટલો મોઢે માંડી પી જતાં પોલીસ અને સરકારી તંત્રે તાકીદે અટકાવી દવાખાને ખસેડ્યા હતા. ...અનુસંધાન પાનાં નં.15ઘટના બાદ સાંજના સુમારે શહેરની નગરપાલિકા, ડે.કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં મૃત પુશઓના અવશેષો ફેંકવામાં આવ્યા હતા, તેમજ એક એસટી બસના કાચ ફોડાયા હતા.

જામકંડોરણામાં પણ બે યુવાનોઅે ઝેર પીધું

બનાવ બાદ અત્યાચારની ક્લિપ જોઇ વ્યથિત બનેલા જામકંડોરણા ગામના કિશન ઉર્ફે કિશા ભીમા સોલંકી તથા અમૃત પરમાર નામના બે યુવાનોએ દલિત સમાજના સ્મશાન પાસે ઝેરી દવા પી લેતાં બંનેને ગોંડલથી ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા છે.

ઝેર પીનારા યુવાનોને બચાવી લેવાયા : આઈજી

આંદોલન વધુ ઉગ્ર થશે

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીની બહાર ઉશ્કેરાયેલા દલિત લોકોએ મૃત પશુઓ ગાડીની બોેનેટ પર મૂકી વિરોધ કર્યો હતો.

રાજકોટ-ગોંડલ હાઈવે પર ચક્કાજામ

મૃત પશુઓ નહીં ઉપાડવા આહવાન

જૂનાગઢ અને પોરબંદર તરફ જતી બસોના રૂટ ડાયવર્ટ કરાયા

રાજકોટના બે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં તોડફોડ કરાઈ

અમદાવાદમાં આજે ધિક્કાર રેલી

અમદાવાદ| અમદાવાદમાં ભારતીય દલિત પેંથર દ્વારા મંગળવારે બપોરે એક રેલી કાઢવામાં આવશે. દસ હજારથી વધુ દલિતો રેલીમાં બેનર લઇને જોડાશેે.

યુવાનોએ ઝેર પીધું

કલેક્ટર કચેરીઓમાં મૃત ગાયો મૂકી વિરોધ

સુરેન્દ્રનગર| અત્યાચારની ઘટનાના વિરોધમાં દલિત સમાજના લોકોએ સુરેન્દ્રનગર અને ગોંડલની કલેકટર કચેરીમાં ધામા નાંખ્યા હતા. વાહનોમાં ભરી સાથે લાવેલા મૃત પશુ કલેકટર કચેરીમાં મૂકી દીધા હતા.

તપાસ CIDને સોંપાઈ

ગાંધીનગર| ઉનામાં દલિતો પર કરાયેલા અત્યાચારનો પડઘો સંસદમાં પણ પડતા ગુજરાત સરકાર ઘટનાની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાંચને સોંપવાનો નિર્ણય કર્યો છે.

ગોંડલમાં પાંચ, જામકંડોરણામાં બે દલિત યુવાનોએ ઝેર પીધું, મોડી રાત્રે બસોને આગચંપી

ઊનામાં ગૌરક્ષકો દ્વારા દલિત યુવાનોને વાહન સાથે બાંધી ક્રૂરતાથી મારવાની ઘટનાનો રાજ્યભરમાં તીવ્ર પડઘો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો