તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટમાં વર્ષે પણ ચાર સ્થળે ખાનગી મેળા યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં વર્ષે પણ ચાર સ્થળે ખાનગી મેળા યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટજિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા લોકમેળાના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજીબાજુ દર વર્ષે ખાનગી મેળાનું આયોજન કરતા સંચાલકો પણ મેદાનમાં આવી ગયા છે અને ચાર સ્થળે ખાનગી મેળા યોજવા માટે કલેક્ટર તંત્રમાં અરજીઓ કરી છે. જો કે, શાસ્ત્રી મેદાન મેળાના આયોજન માટે ભાડે આપવાની સાત સંસ્થાઓની માગણી ફગાવી દેવાયાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રના સૂત્રોએ જણાવ્યા મુજબ દર વર્ષે બિનખેતી થયેલી જગ્યાઓમાં ખાનગી મેળા માટે મંજૂરી આપવામાં આવે છે અને જેટલો સમય મેળા માટે ગ્રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે તેટલા સમય માટે વેરાની આકારણી કોમર્શિયલ રેટથી કરવામાં આવે છે. ગત વર્ષની માફક વર્ષે પણ નાનામવા સરવે નં.24માં મુળજીભાઇ રવજીભાઇ અકબરી, નાનામવા સરવે નં.30માં રોયલ મેળો યોજવા જાદવભાઇ દેવશીભાઇ પરસાણા , પારિજાત પાર્ટી પ્લોટમાં ચંદ્રકાંત શેઠ અને રાજકોટ સરવે નંબર 33માં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ખાનગી મેળો યોજવા માટે બાબુભાઇ ચકુભાઇ પાંભર દ્વારા મંજૂરી માગવામાં આવી છે.

મીટરના 60 પૈસા લેખે કરાશે આકારણી

રાજકોટમાંયોજાનારા ખાનગી મેળામાં કોમર્શિયલ દરે ભાડું વસૂલવામાં આવે છે જે મુજબ મીટરના 60 પૈસા લેખે આકારણી કરાશે. તેમ નાયબ મામલતદાર બી.પી.કવાડિયાએ જણાવ્યું હતું.

શાસ્ત્રી મેદાન માટેની માગણી ફગાવાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો