તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રેડલાઇટ એરિયાના હત્યા કેસમાં બે આરોપીને 10 10 વર્ષની કેદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેડલાઇટ એરિયાના હત્યા કેસમાં બે આરોપીને 10-10 વર્ષની કેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરરોડ પર રેડલાઇટ એરિયામાં મોજમજા કરવા ગયેલા 150 ફૂટના રોડ પર દ્વારકેશપાર્કમાં રહેતા કપિલ મગનભાઇ ચનિયારા નામના યુવાનને સારી યુવતી પાસે લઇ જવાની લાલચ આપ્યા બાદ તેના મિત્રની નજર સામે હત્યા કરીને સોનાનો ચેઇન, બે મોબાઇલની લૂંટ કરવાના સાડા ત્રણ વર્ષ પહેલાના ગુનામાં પકડાયેલા બે આરોપી વિજય રાજેશભાઇ પરમાર અને મહેશ જીતુભાઇ સોલંકીને અદાલતે સાપરાધ મનુષ્યવધના ગુનામાં દોષિત ઠેરવી 10-10 વર્ષ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. સજા ઉપરાંત બન્ને આરોપીએ મૃતકના વારસદારને રૂ.10-10 હજાર વળતર પેટે ચૂકવવા અને રકમ ચૂકવે તો વધુ બે માસની સજા ભોગવવા હુકમમાં ઠરાવાયું છે.

કેસની વિગત એવી છેકે, 150 ફૂટના રોડ પર નંદનવન સોસાયટીમાં રહેતો નિકુંજ પ્રતાપભાઇ કનેરિયા અને તેનો મિત્ર કપિલ મગનભાઇ ચનિયારા (રહે, દ્વારકેશપાર્ક, 150 ફૂટ રોડ) 30 માર્ચ, 2013ના રાતે 11 વાગે મોજમજા કરવા રેડલાઇટ એરિયામાં ગયા હતા. ચુનારાવાડ ચોકમાં પહોંચ્યા ત્યારે એક તરુણે બંનેને સ્વરૂપવાન યુવતી પાસે લઇ જવાની લાલચ આપીને ચૂનાના ભઠ્ઠા પાસે લઇ ગયો હતો. સ્થળે વિજય પરમાર અને મહેશ સોલંકી ત્યાં ઉપસ્થિત હતા. બંન્નેએ કપિલને રોકડ અને મોબાઇલ આપી દેવા ધમકી આપી હતી. કપિલે પૈસા, મોબાઇલ આપવાનો ઇનકાર કરતા બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી. વિજયે કપિલના બન્ને હાથે પકડી રાખ્યા હતા અને મહેશે કપિલના થાપા તથા બેઠકના ભાગે છરીના ઘા મારીને કપિલને પતાવી દીધો હતો. હત્યા કરીને આરોપીઓ મૃતકના બે મોબાઇલ, રૂ.30 હજારની કિંમતનો સોનાનો ચેઇન લૂંટીને નાસી ગયા હતા. પોલીસે બન્નેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

કેસ ચાલી જતાં સરકારી વકીલ સમીર ખીરાની દલીલ, 44 દસ્તાવેજી પુરાવા, 34 શાહેદોની જુબાનીને ધ્યાને લઇને એડિશનલ સેશન્સ જજ પૂજારાએ બન્ને આરોપી કલમ 304(1) મુજબ સાપરાધ મનુષ્યવધના આરોપસર દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો હતો. યુવાનોને હત્યારાઓ સુધી દોરી જનાર તરુણ સામે બાળ અદાલતમાં કાર્યવાહી ચાલુ છે.

સાડા ત્રણ વર્ષ પહેલાંના ચકચારી કેસનો ચુકાદો જાહેર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો