તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સિટી સરવે અને પ્રમોલગેશનની કામગીરી ઝડપી કરવા આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી સરવે અને પ્રમોલગેશનની કામગીરી ઝડપી કરવા આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાના 335 ગામોમાં રી-સરવેની કામગીરી ત્રણ મહિનામાં પૂરી કરવાનો લક્ષ્યાંક

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટમાંસિટી સરવેની તથા જિલ્લાના 335 ગામોમાં પ્રમોલગેશનની કામગીરી ત્રણ માસમાં પૂરી કરવા કલેકટરે આદેશ આપ્યો છે.

રાજકોટ જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોથી તમામ પ્રકારની જમીનોની માપણી આંધ્રની એક ખાનગી કંપની દ્વારા ચાલી રહી છે. થોડા સમય પહેલા કામગીરી બંધ રહેતા જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. હાલમાં જિલ્લાના કેટલા ગામોમાં રી-સરવેની કામગીરી બાકી છે, કેટલા ગામમાં પ્રમોલગેશન પૂરું કરાયું છે, કેટલા ગામની માપણી કરાઇ છે, વગેરે બાબતોની સમીક્ષા માટે ડીઆઇએલઆરના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. દોઢ મહિનાથી સિટી સરવેની ધીમી કામગીરી અંગે પણ ચર્ચા થઈ હતી.

જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, સિટી સરવેની કામગીરી વાપકોસ એજન્સી અને સેકોન એજન્સીને સોંપાયું છે અને શહેરની 2.20 લાખ મિલકતોના સરવેની કામગીરી દોઢ વર્ષમાં પૂરી કરવાની છે ત્યારે બન્ને એજન્સીઓ દ્વારા દોઢ માસમાં માત્ર 5000 મિલકતોના સરવેની કામગીરી પૂરી કરાતા તેમને કામગીરી વેગવંતી કરવા આદેશ કરાયો છે, તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતોરમાં રી-સરવેની કામગીરી ચાલી રહી છે ત્યારે ડીઆઇએલઆરના અધિકારીઓને 3 મહિનામાં 335 ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પૂરી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો