તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વરસાદ તો ઠીક, ટ્રી ગાર્ડ પણ મોડા! પ્રજાને ક્યારે મળશે?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદ તો ઠીક, ટ્રી-ગાર્ડ પણ મોડા! પ્રજાને ક્યારે મળશે?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

મહાપાલિકાદ્વારા અપાતા ટ્રી-ગાર્ડ દર વર્ષે ચોમાસું ચાલુ થયાના દિવસો સુધી પણ પ્રજા સુધી પહોંચતા નથી. ચોમાસું સત્તાવાર બેસી ગયાને એક મહિનો થઇ ગયા છતાં ટ્રી-ગાર્ડના કોઇ ઠેકાણા નથી. કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર અપાઇ ગયાને પણ ખાસો સમય થઇ ગયો છે. માત્ર ગણતરીના ટ્રી-ગાર્ડ સપ્લાય થયા છે અને પણ હજુ કોર્પોરેટરને અપાયા નથી.

મનપાના શાસકો અને તંત્રવાહકો એકબાજુ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અને શહેરને હરિયાળું બનાવવાની વાત કરે છે અને બીજીબાજુ પ્લાન્ટેશન માટે કોઇ આયોજન સમયસર થતું નથી. ખાસ કરીને ટ્રી-ગાર્ડ વિતરણમાં ઘોર વિલંબ થાય છે. ટ્રી-ગાર્ડ ચોમાસા પહેલાં પ્રજાના હાથમાં આવી જાય તો પ્લાન્ટેશનનો સારી રીતે ઉછેર થઇ શકે છે. વખતે પણ પ્રજા સુધી ટ્રી-ગાર્ડ મોડા પહોંચે એવી રગડધગડ પ્રક્રિયા ચાલી રહી છે. ટ્રી-ગાર્ડ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ સ્ટેન્ડિંગમાં મંજૂર થયા બાદ વર્કઓર્ડર આપવામાં પણ સમય પસાર કરી દેવાયો. વર્કઓર્ડર નીકળી ગયો તો હવે જરૂરિયાત મુજબનો સ્ટોક આવ્યો નથી. કોર્પોરેટર દીઠ 75 નંગ ફાળવવામા આવે છે. જે નાગરિકોને કોર્પોરેટરો પાસેથી વિનામૂલ્યે મળે છે. ઉપરાંત મનપામાંથી રૂ.500 લેખે આપવામાં આવે છે.

સોમવારની સ્થિતિએ પણ મનપાના સ્ટોરમાં હજુ માંડ 300 નંગ આવ્યા છે. 1000 નંગનો સ્ટોક થયા પછી કોર્પોરેટરોને વિતરણ ચાલુ કરાશે અને કોર્પોરેટરોને તેના ક્વોટા મુજબ અપાયા પછી વેચાણથી ખરીદવા માગતા હોય એવા નાગરિકોને અપાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો