તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટમાં સીએ ફાઇનલમાં 232 અને સીપીટીમાં 381 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં સીએ ફાઇનલમાં 232 અને સીપીટીમાં 381 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાર્ટર્ડએકાઉન્ટન્ટની સીપીટી અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરાયું હતું. જેમાં રાજકોટમાં સીએ ફાઇનલમાં 232 વિદ્યાર્થીઓ અને સીપીટીમાં 381 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.

ઓલ ઇન્ડિયા લેવલે સીપીટીનું પરિણામ 38.98 ટકા, સીએ ફાઇનલ ફર્સ્ટ ગ્રૂપનું પરિણામ 14.47 ટકા, સીએ ફાઇનલ સેકન્ડ ગ્રૂપનું પરિણામ 21.30 ટકા અને બોથ ગ્રૂપનું પરિણામ 11.36 ટકા જાહેર કરાયું છે.

રાજકોટમાં સીએ સીપીટીમાં 381 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ત્યારે સીએ ફાઇનલના ફર્સ્ટ ગ્રૂપમાં 100 વિદ્યાર્થી, સેકન્ડ ગ્રૂપમાં 95 વિદ્યાર્થી અને બોથ ગ્રૂપમાં 37 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. પરિણામની ટકાવારી મંગળવારે સ્પષ્ટ થશે. રાજકોટમાં સીએ ફાઇનલ બોથ ગ્રૂપમાં વિશાલ તોલાણીએ 800માંથી 535 ગુણ મેળવી કેન્દ્ર ફર્સ્ટ આવ્યો છે અને ચૈતન્ય ગણાત્રા 800માંથી 510 ગુણ મેળવી કેન્દ્ર સેકન્ડ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો