• Gujarati News
  • National
  • { જયેન્દ્રભાઇ માખેાચાની યાદી મુજબ 1 ઓક્ટોબરના ઓડદર, પોરબંદરમાં માખેચા

{ જયેન્દ્રભાઇ માખેાચાની યાદી મુજબ 1 ઓક્ટોબરના ઓડદર, પોરબંદરમાં માખેચા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ જયેન્દ્રભાઇ માખેાચાની યાદી મુજબ 1 ઓક્ટોબરના ઓડદર, પોરબંદરમાં માખેચા પરિવાર માટે ચંડીયજ્ઞ સવારે 8 થી 2 યોજાશે. બીડુ બપોરે 1.30 કલાકે હોમાશ. માખેચા પરિવારજનો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

{ સરદાર પટેલ કર્મચારી મંડળ રાજકોટ દ્વારા 2 ઓક્ટોબરના સાંજે 7.30 કલાકે અર્જુન પાર્ટી પ્લોટ, કાલાવડ રોડ ખાતે રાસોત્સવનો કાર્યક્રમ યોજાશે. ગ્રૂપ મુજબ પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસમાં ઇનામો અપાશે. પ્રમુખ અમૃતભાઇ અઢીયા, કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

{ જંકશન પ્લોટ, ગીતા વિદ્યાલયમાં 29 સપ્ટેમ્બરના સાંજે 7 થી 8 ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે. જીતુભાઇ અંતાણી માતાજીના પદ અને ભજનોની પ્રસ્તુતી કરશે. પ્રસાદીનું વિતરણ કરાશે.

{ કોઠારીયા કોલોની ગરબી મંડળ દ્વારા આયોજિત ગરબીમાં આજે બાળાઓ ચોકડી, કરતાલ, હુંડો, ઉલારીયો, કોયણી, મોગલમા, મંજીરા, મોર બની થનગનાટ, શિવ લહેરી, દાંડીયા રાસ રજૂ કરશે.

{ કાલાવડ રોડ સ્થિત, કે.જે.કોટેચા ગર્લ્સ હાઇસ્કૂલમાં હે મા ત્વમેવ સર્વમ્ શીર્ષક હેઠળ રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. વેલડ્રેસ, સુંદર રાસમાં સોફિયા વીસીયા, ગુલનાઝ મામટી, મિરિન્ટા જાદવ, ઋષિતા વીસપરા, ઋત્વા પાઠક, ભાવિષા વેકરીયા, સભાડ નીધિ, ગુજરપાસી ચંદ્રિકા, વાગડિયા મમતા, મહેતા પનિસા, જાહ જયોતિ, ગોહિલ દિવ્યાબાએ નંબર મેળવી ઇનામ મેળવ્યા હતા.

{ જે.જે.કુંડલિયા કોલેજમાં નવરાત્રી પર્વને અનુલક્ષી રાસ ગરબા યોજાયા હતા. વિદ્યાર્થી ભાઇઓ, બહેનોને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. ઇતિહાસ ભવનના સ્મિતાબેન ઝાલા, સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

{ પંડિત લાલબહાદુર શાસ્ત્રીજીની 113મી જન્મજયંતી અને મહાત્મા ગાંધીજીની 148મી જન્મજયંતી પ્રસંગે પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ 2 ઓક્ટોબરના સવારે 9 કલાકે ગુલાબવિહાર સોસાયટીમાં શાસ્ત્રીજી અને ગાંધીજીને સવારે 9.30 કલાકે જ્યુબેલી બાગ ખાતે યોજાશે.

{ શુભ પેલેસ ગોલ્ડ એપાર્ટેમન્ટ, 6-મનહર પ્લોટ, મંગળા મેઇન રોડ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વડિલો, બહેનો, માતા, યુવાનો, બાળકો ઉત્સાહભેર રાસ ગરબા રમી રહ્યા છે.

{ જય અંબે ગરબી મંડળ, રાધાપાર્ક, રામપાર્ક સોસાયટી, યુનિવર્સિટી રોડ દ્વારા પ્રાચીન, અર્વાચીન ગરબીનું આયોજન કરાયું છે. 3થી 15 અને 3થી 11 વર્ષની બાળાઓ કિરણબેન જોષી, લતાબેન ઝવેરી, માહિબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિવિધ રાસ રજૂ કરી રહી છે.

{ શારદા વિદ્યાલય અને ગાયત્રી હાઇસ્કૂલ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. આચાર્ય મનીષભાઇ બોરીચા, સર્વે શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...