• Gujarati News
  • National
  • પ્રૌઢે ઘરમાં ફેંકેલી સળગતી બીડી તેનાં મોતનું કારણ બની

પ્રૌઢે ઘરમાં ફેંકેલી સળગતી બીડી તેનાં મોતનું કારણ બની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગોંડલરોડ પર વાવડી ગામે આંગન સિટી એપાર્ટમેન્ટમાં પુત્રના ઘરે રવિવારે રોકાવા આવેલા માણાવદરના ચૂડલા ગામના હિરાભાઇ જીવાભાઇ વાઢેર બુધવારે રાતે ઘરે હતા. પુુત્ર કૃણાલ પરિવાર સાથે ગરબી જોવા ગયો હતો. બીડીનું વ્યસન ધરાવતા હિરાભાઇએ રાત બીડી પી લીધા પછી ઠાર્યા વિના સળગતી બીડી ઘરમાં ફેંકતાં ખુરશી પર રાખેલા કપડાં, ગાદલા અને ગોદડામાં પળવારમાં આગ લાગી ગઇ હતી અને આગના લબકારાથી સ્વિચબોર્ડ પણ સળગી ગયું હતું. બારી, દરવાજા બંધ હોવાથી ઘરમાં ધુમાડો ભરાઇ ગયો હતો, બીજી તરફ હિરાભાઇ ઊંઘની ગોળી ખાઇને સૂઇ ગયા હોવાથી બહાર નીકળી નહીં શકતા ગૂંગળાઇને બેભાન થઇ ગયા હતા. રાતે પુત્ર અને પરિવારજનો ગરબી જોઇને પરત ફર્યા ત્યારે બનાવની જાણ થઇ હતી.