તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોલેજ સંચાલકના પત્ની ઉપર ભાગીદારનો હુમલો

કોલેજ સંચાલકના પત્ની ઉપર ભાગીદારનો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્યવીરએન્જિનિયરિંગ કોલેજના સંચાલક કાંતિલાલ ભૂતના પત્ની મનીષાબેન પર કોલેજના ભાગીદાર સંજય ત્રાપસિયાએ હુમલો કરી મંગલસૂત્રની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઇ છે.

ગુલાબવિહાર સોસાયટીમાં રહેતા મનીષાબેન કાંતિલાલ ભૂતએ સંજય ત્રાપસિયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે રાતે તે ઘરે હતી. ત્યારે ધોકો લઇને ધસી આવેલા સંજય ત્રાપસિયાએ આજે તો એને મારી નાખવો છે તેવા બરાડા પાડીને મારી ઉપર હુમલો કર્યો હતો. થોડીવાર પછી પતિ કાંતિલાલ આવી જતાં મનીષાબેને સંજયે હુમલો કરી મારા કપડાં ફાડી નાખ્યા હતા અને ગળામાંથી રૂ.40 હજારની કિંમતનું મંગલસૂત્ર પણ લૂંટી જણાવતાં અંગે ફરિયાદ નોંધાઇ હતી. મનીષાબેનના પતિ અને આરોપી સંજય ત્રાપસિયા ભાગીદારીમાં એન્જિનિયરિંગ કોલેજ ચલાવે છે. બન્ને ભાગીદાર વચ્ચે કોલેજના હિસાબ મુદ્દે વાંધો ચાલતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

હુમલાખોરે મંગળસૂત્ર લૂંટી લીધાનો આરોપ

આર્યવીર કોલેજના હિસાબ મુદ્દે ડખો હતો

અન્ય સમાચારો પણ છે...